વિધાતાના લેખની આ તો કેવી ઘડી… પ્લેન ક્રેશ થતા ગુજરાતી દીકરીનું દર્દનાક મોત- દીકરીની યાદમાં ધ્રુસકે-ધ્રુસકે રડ્યા માતા-પિતા

ગુજરાત(Gujarat): મધ્યપ્રદેશ(MP)ના બાલાઘાટ(Balaghat) પાસે સાંજે ચાર વાગ્યાની આસપાસ ક્રેશ થયેલાં પ્લેન(Plane crash)માં ગાંધીધામના જાણીતા ઉદ્યોગપતિ પરિવારની આશાસ્પદ પાયલોટ દીકરીનું મોત નીપજતાં પરિવારમાં માતમ છવાયો હતો.…

ગુજરાત(Gujarat): મધ્યપ્રદેશ(MP)ના બાલાઘાટ(Balaghat) પાસે સાંજે ચાર વાગ્યાની આસપાસ ક્રેશ થયેલાં પ્લેન(Plane crash)માં ગાંધીધામના જાણીતા ઉદ્યોગપતિ પરિવારની આશાસ્પદ પાયલોટ દીકરીનું મોત નીપજતાં પરિવારમાં માતમ છવાયો હતો. મધ્યપ્રદેશના બાલાઘાટના જંગલ વિસ્તાર કિરણાપુરમાં ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થતા દુર્ઘટનાં સર્જાઇ હતી. આ સમયે પ્લેનમાં ટ્રેઈની પાયલટ તરીકે ગાંધીધામની દીકરી વૃષંકા માહેશ્વરી(Vrishanka Maheshwari) અને ઈન્સ્ટ્રક્ટર મોહિત કુમાર સવાર હતા.

મળતી માહિતી અનુસાર, મધ્યપ્રદેશના બાલાઘાટના જંગલમાં એક ટ્રેઈની ચાર્ટર પ્લેન ક્રેશ થયું હતું. જેમાં ગાંધીધામની પાયલટ યુવતી સહિત 2 ટ્રેઈની પાયલટના મોત થયાછે. મધ્યપ્રદેશના ભક્કટોલામાં આ પ્લેન ક્રેશ થયું હતું. જેમાં ગાંધીધામની જાણીતી માહેશ્વરી શિપીંગ કંપનીના પરિવારની દીકરીનું મોત થયું હતું.

પ્લેન ક્રેશમાં પાયલોટ દીકરીનું મોત થતા છવાયો માતમ: 
મહત્વનું છે કે, વૃષંકા ગાંધીધામની જાણીતી માહેશ્વરી હેન્ડલિંગ પેઢીના પાર્ટનર ચંદન માહેશ્વરીની પુત્રી હતી. બીરસીના એરસ્ટ્રીપ કંટ્રોલરે જણાવતા કહ્યું હતું કે, પ્લેનનું છેલ્લું લોકેશન 3.45 કલાકે કિરણાપુર નજીક જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, દુર્ઘટનાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.

સમગ્ર ઘટના અંગે જાણ થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. વૃષંકાના પરિવારનો સંપર્ક કરતાં આઘાત વચ્ચે ટૂંકી વાત કરતાં જણાવતા કહ્યું હતું કે, વૃષંકા દ્વારા નિયમ મુજબ 100 કલાકનું ફ્લાઈંગ પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું અને સાથે જ તેને પાયલટ તરીકે પ્લેન ઉડાવવા મંજૂરી પણ મળી ગઈ હતી. પરંતુ આ સમાચાર મળતાં જ પરિવારજનો મધ્યપ્રદેશ રવાના થઈ ગયાં હોવાની પણ જાણકારી મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *