પિતા દીકરીના ઘરે આવ્યા, તો જમાઈએ સસરાનું ઢીમ ઢાળી દીધું- માથામાં ઈંટના ઘા જીકીને…

અહી મંગળવારે રાત્રે એક ખૂની ખેલ ખેલાયો હતો. અહીં જમાઈએ પોતાના વૃદ્ધ સસરાની માથા પર ઇંટોના ઘા મારીને નિર્દય હત્યા કરી નાખી હતી. આ ઘટનાએ જિલ્લામાં ખૂબ હોબાળો મચાવ્યો છે. આ બનાવમાં જમાઈ પણ ઇજાગ્રસ્ત થયો હોવાથી તેને પ્રાથમિક સારવાર માટે મોકવામાં આવ્યો હતો.

પોલીસ દ્વારા જમાઈ સામે હત્યાનો ગુનો નોંધી તેની અટકાયત કરવામાં આવી છે. સસરા-જમાઈ વચ્ચે છેલ્લા આઠ વર્ષથી અબોલા હતા. આ દરમિયાન સસરા પોતાની પુત્રીને મકાનના વાસ્તુ માટેનું નિમંત્રણ આપવા આવ્યા હતાં ત્યારે પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો. જાણવા મળ્યું છે કે, આ ઝઘડા દરમિયાન જમાઈએ સસરાની હત્યા કરી નાખી છે. મૃતક આરએસએસ સાથે સંકડાયેલા હોવાથી હત્યાના બનાવ બાદ મંત્રી, સાસંદ સહિત બીજેપીના નેતાઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.

મંગળવારે એક તરફ ચૂંટણીના વિજય સરઘસ અને વિજયસભા ચાલતી હતી, ત્યારે જ જમાઈએ સસરાની હત્યા કરી નાખવાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ હતી. કાલાવડમાં રહેતા અને આરએસએસ સાથે સંકળાયેલા વિજયભાઈ ભાનુશંકર ભટ્ટ નામના 65 વર્ષીય વૃદ્ધ મંગળવારે રાત્રે તેના જમાઈ મનિષ સુરેશભાઈ જાનીના ઘરે આવ્યા હતા.

વિજયભાઈના પુત્ર સચિને નવું મકાન બનાવ્યું હોવાથી મકાનના વાસ્તાનું નિમંત્રણ આપવા માટે ત્યાં આવ્યા હતા. આ દરમિયાન સસરા અને જમાઇ વચ્ચે કોઈ વાતે ઉગ્ર લડાઈ થઈ હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા જમાઈ મનીષ જાનીએ પોતાના સસરા વિજયભાઈ પર ઈંટથી હુમલો કરી દીધો હતો. લોહી વહી જતાં વિજયભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આ ઉપરાંત સસરા અને જમાઈ વચ્ચે ઝપાઝાપી પણ થઈ હતી. જેમાં આરોપી જમાઈ મનીષને આંખના ભાગે સામાન્ય ઇજા પહોંચતા તેને સારવાર માટે હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સનો સ્ટાફ ઘટના સ્થળે પહોચી ગયો હતો. જોકે, વિજયભાઈ ભટ્ટનું મૃત્યુ નિપજયું હોવાનું જાણવા મળતા આ બનાવ હત્યામાં પલટાયો હતો.

ASP નિતેશ પાંડેના જણાવ્યા મુજબ પોલીસ દ્વારા મૃતક વિજયભાઈ ભટ્ટના ભત્રીજા સંજય રમેશભાઈ ભટ્ટની ફરિયાદના આધારે આરોપી મનીષ સુરેશભાઈ જાની સામે આઇપીસી કલમ 302 અને જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીને જી.જી.હૉસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ અટકાયત કરવામાં આવી હતી. હત્યાની આ ઘટનાને લઇને રાજ્યના કૃષિ મંત્રી આર.સી.ફળદુ, જામનગરના સાંસદ પૂનમબેન માડમ, ભાજપના શહેર પ્રમુખ વિમલ કગથરા સહિતના ભાજપના તેમજ સંઘના નેતાઓ ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં. આ સમગ્ર ઘટના જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં બની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *