કપડા બદલતી ભાભીને જોઇને આંખો ગરમ કરી રહ્યા હતા યુવકો, પતિએ ઠપકો આપ્યો તો પરણીતાને…

રાજકોટ શહેરમાં હ્રદય કંપાવતી ઘટના સામે આવી છે. બે યુવકોએ બદલો લેવા પરિણીતાની હત્યા કરી નાખી હતી. વાસ્તવમાં પોતાની પત્નીને ખરાબ નજરે જોતા બે યુવકોને પતિને ઠપકો આપ્યો હતો. અને બદલો લેવા આ બંને યુવાનોએ પરિણીતાની હત્યા કરી નાખી હતી.

રાજકોટ શહેરના શાપર વેરાવળ માંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સોનું અને સંભુ નામના વ્યક્તિએ મિત્રો સાથે મળીને પડોશી મહિલાની હત્યા કરી નાખી છે. જાણવા મળ્યું છે કે, મહિલાને માથાના ભાગે લોખંડનો પાઈપ મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા બાદ વેરાવળ પોલીસ સ્ટેશનમાં આ બંને યુવકો સહિત ચાર લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

ખાનગી કંપનીમાં કામ કરતા, મૂળ બિહારના વ્યક્તિ તેની પત્ની સાથે અહીં વસવાટ કરતા હતા. જ્યારે પરણિતા પોતાના ઘરે રસોઈ બનાવતી હતી ત્યારે આ બંને યુવકે પજવણી કરી, લોખંડના પાઇપ વડે મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

કામે ગયેલો પતિ ઘરે પરત ફર્યો ત્યારે, મૃત પત્નીને જોઇને સ્તબ્ધ થઈ ગયો હતો. એક તરફ લોહીલુહાણ હાલતમાં પત્ની પડી હતી અને બીજી બાજુ સંતાનો લડી રહ્યા હતા. પોલીસને ઘટનાની જાણ કરતા જ ઘટના સ્થળે પોલીસ પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાનો તાળ મેળવી, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *