ભારતમાં લાખો લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. તે દરમિયાન અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આવો જ એક કિસ્સો ગુજરાતના રાજકોટ જીલ્લામાંથી સામે આવ્યો છે.રાજકોટના જામનગર રોડ પર ફરી વખત જીવલેણ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. બિલાડીને બચાવવા જતા કાર ખાડામાં પડી હતી. આ અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજ્યુ છે જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા પહોંચી છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરના કેટલાક મિત્રો બર્થ-ડે પાર્ટીની ઉજવણી કરવા માટે જામનગર રોડ પર આવેલા ન્યારી પેલેસ હોટલ પર જઈ રહ્યા હતા. આ સમયે જામનગર રોડ પર આવેલા રાધે કાઠીયાવાડી હોટલ પાસે સામેથી આવતી કાર અને બિલાડીને બચાવવા જતાં મિત્રોની કાર પલટી મારી ખાડામાં ખાબકી હતી.
કાર ખાડામાં ખાબકતા બોનેટ, ઉપરના ભાગે તેમજ આગળના ભાગે મોટાપાયે નુકસાન થયું હતું. જેના કારણે ચાલક યુવાનને બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જ્યારે કે અન્ય મિત્રને સામાન્ય ઈજા પહોંચી હતી.
અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ત્યારબાદ ટ્રાફિક ક્લિયર કરાવવામાં આવ્યો હતો. સૂત્રદ્રારા જાણવા મળ્યું છે કે, રાજકોટના એરપોર્ટ રોડ પર ગીત ગુર્જરી સોસાયટીમાં રહેતા આદર્શ ઓઝા નામનો યુવાન તેના મિત્રો સાથે કારમાં રાત્રિના સમયે બર્થડે પાર્ટી માટે જતો હતો. કારનું અકસ્માત થતા સવાર આદર્શ અને તેના મિત્ર હાર્દિકને ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા.
અકસ્માતના બનાવની જાણ થતાં જ આદર્શ અને હાર્દિકના પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલે આવી પહોંચ્યા હતા. ત્યારે પુત્રનો મૃતદેહ જોઈ પિતાને આઘાત લાગ્યો. આદર્શ એન્જિનિયરિંગમાં માસ્ટર ડીગ્રી મેળવી હતી.
મૃતક આદર્શના મિત્રોના જણાવ્યા અનુસાર, તમામ મિત્રો ત્રણ અલગ-અલગ કારમાં સવાર હતા. હાલ રાજકોટ શહેરમાં રાત્રી કર્ફ્યુ ની અમલવારી હોય તેથી તમામ મિત્રોએ બર્થ ડે પાર્ટી ઉજવવાનું પડધરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ન્યારી પેલેસ હોટલ ખાતે નક્કી કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.