રાજકોટમાં ટ્યુશન સંચાલકને પોલીસને ગેરમાર્ગે દોરવી પડી ભારે, ખોટો પત્ર લખી પરિવાર સાથે થયો ફરાર

રાજકોટ શહેરમાં ટ્યુશન સંચાલકએ પોલીસ કમિશનરના નામે પત્ર લખી પરિવાર સાથે ફરાર થાય ગયો હતો. તાલુકા પોલીસ દ્વારા ટ્યુશન સંચાલક વિજય મકવાણા અને તેના ભાઈ કિરણ મકવાણા વિરુદ્ધ પોલીસને ગેરમાર્ગે દોરવાનો ગુનો નોંધ્યો છે.

ગયા અઠવાડિયે રાજકોટ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તેમજ તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઇ ધોળાના નામે વિજય મકવાણા નામના વ્યક્તિએ પત્ર લખ્યો હતો. એ પત્ર માં વિજય મકવાણાએ લખ્યું હતું કે, વર્ષ 2013માં અઢી કરોડ તેણે જે. પી. જાડેજા નામના વ્યક્તિ પાસેથી વ્યાજે લીધા હતા. તે વર્ષ 2019 સુધી માસિક ત્રણ ટકા લેખે વ્યાજ ચૂકવતો આવ્યો છે. પોતાના મિલકતનો કેટલોક ભાગ તેણે જે. પી. જાડેજાના નામનો કરી દીધો હોવા છતાં જે. પી. જાડેજા તેમને પરેશાન કરી રહ્યો છે તેવું આ પત્રમાં જણાવ્યું હતું. તો સાથે જ પત્રમાં લખ્યું હતું કે, આગામી 13 જૂન સુધીમાં અમારો કોઈ પત્તો ન લાગે તો અમને મરી ગયેલા સમજવા.

સમગ્ર ઘટના અંગે તાલુકા પોલીસ સ્ટેશનને પત્ર મળતા તાલુકા પોલીસ દ્વારા વિજય મકવાણા અને કિરણ મકવાણાની પૂછપરછ કરવામાં આવી હતી. વિજય મકવાણા દ્વારા જે બાબત પત્રમાં લખવામાં આવી હતી તે જ બાબત પૂછપરછ દરમિયાન કિરણ મકવાણાએ પોલીસને જણાવી હતી.

સમગ્ર મામલે તાલુકા પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચ વિજય મકવાણાને શોધી રહી હતી. આ દરમિયાન 16 તારીખ વિજય મકવાણા તેની પત્ની અને તેની પુત્રી અમદાવાદ ખાતેથી પકડાય જતાં ક્રાઈમ બ્રાન્ચ તેને સુરક્ષીત રાજકોટ લાવ્યામાં આવ્યા હતા. આ દરમિયાન તાલુકા પોલીસ દ્વારા જે.પી. જાડેજાની પણ પૂછપરછ કરવામાં આવી હતી.

પોલીસની તપાસમાં સમગ્ર ઘટના પઠાણી વ્યાજખોરી નહીં પરંતુ ભાગીદારીમાં ઉભા થયેલા ડિસ્પ્યુટની હોવાનું સામે આવ્યું હતું. તાલુકા પોલીસ દ્વારા વિજય મકવાણા અને તેના ભાઈ કિરણ મકવાણા વિરુદ્ધ પોલીસને ગેરમાર્ગે દોરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વિજય મકવાણા એ પોલીસ કમિશનરને સંબોધતા લખ્યું હતું કે, તેઓ છેલ્લા 20 વર્ષથી ટ્યુશન ક્લાસીસનો વ્યવસાય કરી પોતાના ઘર ચલાવે છે. ધંધાના વિકાસ માટે વર્ષ 2013માં કેકેવી હોલ પાસે એક મોટું બિલ્ડિંગ બનાવ્યું હતું. જેમાં 33% બાલાભાઈ આંદીપરા પાર્ટનર તરીકે જોડાયા હતા. પરંતુ તેમના ભાગે આવતા પૈસાની તેઓ વ્યવસ્થા ન કરી શકતા તેઓ અમારી સાથે પાર્ટનરમાં જોડાયા હતા.

ત્યારે તે સમયે તેમણે કહ્યું હતું કે, તમે તમારી રીતે તાત્કાલિક બીજો પાર્ટનર શોધી લો. આ સમયે તાત્કાલિક કોઈ પાર્ટનર ન મળતાં મેં જે.પી. જાડેજા પાસેથી અઢી કરોડ રૂપિયા વ્યાજે લીધા હતા. જેના સિક્યુરીટી પેટે બનાવેલ બિલ્ડિંગમાં 30% હિસ્સો આપ્યો હતો. આ સમયે તેમના કહેવાથી અમે પી.એન એસોસિએટ્સ નામની પેઢી પણ બનાવી હતી. જે પેઢી મા 70 % હિસ્સો અમારા બંને ભાઈઓનો હતો જ્યારે  30 ટકા હિસ્સો જે.પી. જાડેજાએ પોતાના પરિવારની 3 મહિલાઓના નામે 10%  રાખ્યો હતો.

ત્યારબાદ દર મહિને અમે તેઓને 3% વ્યાજ લેખે 7.5 લાખ રૂપિયા આપતા હતા. જે વ્યાજ 2019 સુધી તેમને નિયમિત આપતા રહ્યા હતા. પરંતુ આર એમ સી દ્વારા ટેકનિકલ કારણ આગળ ધરીને બિલ્ડીંગ બંધ કરાવવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *