હાલમાં રાજ્યના સુરત શહેરમાંથી એક સમાચાર સામે આવ્યા છે. આગામી દીવસોમાં સુરતનો હીરા ઉદ્યોગ એક બાદ એક નવા સીમાચિન્હો રચી રહ્યો છે ત્યારે સુરત ડાયમંડ બુર્સ કાર્યવંતિત થાય એનાં પહેલા GJEPCના ખુબ મહત્વપુર્ણ પ્રોજેક્ટમાં સામેલ ‘નવરત્ન ગેલેરી પ્રોજેક્ટ’ એ હીરાઉદ્યોગની ક્ષમતામાં વધારો કરવાની શરૂઆત થઈ ગઈ છે.
સોનામાં સુગંધ ભળે એવી બાબત તો એ છે કે, સુરતના ઇતિહાસમાં સૌપ્રથમવાર નવરત્ન ગેલેરીમાં તારીખ 18 થી 21 ઓગષ્ટ સુધી લેબગ્રોન રફ ડાયમંડનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક લેબગ્રોન રફ ડાયમંડ પ્રદર્શનનું આયોજન કરવાનો યશફાળો લેબગ્રોન ક્ષેત્રની અગ્રણી કંપની વક્રડીમાં વેન્ચર્સ LLPના માલિક સલીમભાઈ પંજવાણીને જાય છે.
રફ ડાયમંડ પ્રદર્શન વિશે પ્રતિભાવ આપતા વક્રડીમાં વેન્ચર્સ કંપનીના ઓનર સલીમભાઈ જણાવે છે કે, વક્રડીમાં વેન્ચર્સ LLP ભારતનું સૌપ્રથમ એવુ સાહસ છે કે, જે સીવીડી, લેબગ્રોન, સિન્થેટિક,એચપીએચટી સહીત બધા પ્રકારના પ્રોસેસ્ડ સિમ્યુલેટેડ રફ તથા પોલિશ્ડ હીરાના ટ્રેડિંગ માટે વિશ્વસનીય નેટવર્ક ધરાવે છે.
આ સેગમેન્ટમાં હીરાની ખરીદ કરવા માટે ઉત્સુક ડીલર્સ, ઉત્પાદકો, ખરીદદારો સહીત બધા માટે ખુબ વ્યાજબી કીંમતે ઉચ્ચ ગુણવત્તા યુક્ત હીરા ઉપલબ્ધ કરાવવાની અમારી કંપનીની ક્ષમતા રહેલી છે. હાલના સમયમાં વૈશ્વિક હીરા ઉદ્યોગમાં સીવીડી, લેબગ્રોન, સિન્થેટિક એચપીએચટી સહીત બધા પ્રકારના પ્રોસેસ્ડ હીરાની ખુબ સારી માંગને જોતા સુરતમાં પણ આ હીરાનો કારોબાર ખુબ જ વિકસ્યો છે.
જેને ધ્યાનમાં રાખીને સુરતના ઇતિહાસમાં સૌપ્રથમવાર લેબગ્રોન રફ પ્રદર્શનનું આયોજન કરવાનું અમને ગૌરવ રહેલું છે. આ પ્રદર્શન આગામી તારીખ 18-21 ઓગષ્ટ દરમિયાન ભીમરાડ રોડ, ટીટેનિયમ બિઝનેસ હબમાં આવેલ જીજેઇપીસીની નવરત્ન ગેલેરીમાં યોજવામાં આવશે. પ્રદર્શન દરમિયાન સવારનાં 10 થી સાંજના 7 કલાક સુધી કોઇપણ વ્યક્તિ હીરાને નિહાળી અથવા તો ખરીદી કરી શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.