બેગમાં એવી વસ્તુ લઈને એરપોટ પર પહોંચી મહિલા કે… -વિડીયો જોઇને આંખો ફાટી રહી જશે

passenger chennai airport with 22 snakes: શુક્રવારે જ્યારે મલેશિયાથી ચેન્નાઈ એરપોર્ટ પર પહોંચેલી એક મહિલા પેસેન્જરનો સામાન ચેક-ઈન સમયે ચેક કરવામાં આવ્યો ત્યારે તેનો સામાન જોઈને અધિકારીઓએ ચીસો પાડી હતી. મહિલા પાસેથી અલગ-અલગ પ્રજાતિના ઓછામાં ઓછા 22 સાપ મળી આવ્યા હતા.

ચેક-ઇન સમયે મળેલા તેના સામાનમાં સાપને પ્લાસ્ટિકના અનેક પારદર્શક કન્ટેનરમાં રાખવામાં આવ્યા હતા. તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ચેન્નઈ એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે, લાંબા સળિયાનો ઉપયોગ કરીને સાપને કાળજીપૂર્વક સામાનમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું કે, મહિલાની કુઆલાલંપુરથી આગમન સમયે કસ્ટમ વિભાગ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે સાપની સાથે તેના સામાનમાંથી એક કાચંડો પણ જપ્ત કરવામાં આવ્યો છે.

અધિકારીઓએ ટ્વીટ કર્યું કે “28.04.23 ના રોજ, ફ્લાઇટ નંબર AK 13 દ્વારા મલેશિયાની રાજધાની કુઆલાલંપુરથી આવી રહેલી એક મહિલા મુસાફરને કસ્ટમ્સ દ્વારા અટકાવવામાં આવી હતી. તેના ચેક-ઇન સામાનની તપાસ કરતી વખતે, વિવિધ જાતિના 22 સાપ અને એક કાચંડો મળી આવ્યો હતો. સાપ જપ્ત કરવામાં આવ્યા હતા અને મહિલાની 1962 r/w વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.”

એક અધિકારીએ કહ્યું, “મહિલાના સામાનની તપાસ કરવા પર, કાચંડો સાથે વિવિધ જાતિના 22 સાપ મળી આવ્યા હતા.” વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટની સાથે કસ્ટમ ડ્યુટી એક્ટ હેઠળ સરિસૃપ જપ્ત કરવામાં આવ્યા હતા. મહિલાની 1962 r/w વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ, 1972 હેઠળ ધરપકડ કરવામાં આવી છે.’ મહિલાને શનિવારે સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જેણે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *