જુડવા દીકરીઓ સાથે રમતા-રમતા પિતાને આવી ગયો હાર્ટ એટેક- અજાણ બાળકીઓ જગાડતી રહી પરંતુ… -વિડીયો જોઇને રડી પડશો

ઘરમાં દીકરીનો જન્મ થવો ખૂબ જ સારી વાત કહેવાય છે. જયારે પણ કોઈ ઘરમાં દીકરીનો જન્મ થાય છે ત્યારે ઘરમાં લક્ષ્મીએ પ્રવેશ કર્યો તેમ કહેવાય છે. પરંતુ હાલ એક એવી ઘટના સામે આવી છે, જેમના ઘરે એકસાથે જુડવા દીકરીઓએ જન્મ લીધો હતો. પરંતુ આ બંને દીકરીઓએ નાની ઉંમરે જ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. આ ઘટનાએ ચારેબાજુ ચકચાર મચાવી દીધો હતો. પિતા બંને દીકરીઓ સાથે રમી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ હાર્ટ એટેક આવ્યો હતો અને ત્યાં ને ત્યાં જ ઢળી પડ્યા હતા. માસુમ દિકરીઓ પિતાને જગાડવા ઘણી જહેમત કરી રહી હતી પરંતુ તેમને ક્યાં ખબર હતી કે તેમના પિતા હવે ક્યારેય નહીં જાગે. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના લખીમપુર માંથી હૃદય સ્પર્શી ઘટના સામે આવી છે. એક સરકારી ડોક્ટરનું તેના જ ઘરમાં હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. પિતાના અંતિમ સમયે બંને દીકરીઓ તેમની સાથે હતી. પરંતુ દીકરીઓને નહોતી ખબર કે તેના પિતા તેમને કાયમ માટે છોડીને જતા રહ્યા છે. જ્યારે માતા ઘરે આવી ત્યારે ઘરના અંદરના દ્રશ્યો જોઈને ચારેતરફ અફરાતફરી મચી ગઈ હતી.

દંપતી બંને ડોક્ટર હતા અને છેલ્લા પાંચ વર્ષથી ભાડાના મકાનમાં રહેતા હતા. મૃત્યુના સમયે પત્ની બહાર હતી. દરરોજની જેમ 26 જુલાઈએ વીણા ગુપ્તા બપોરે 1:30 વાગ્યે જ્યારે ઘરે આવી ત્યારે ઘરનો દરવાજો બંધ હતો. દરવાજો ખોલવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ અંદરથી કોઈ જવાબ ન મળતા આજુબાજુના લોકોને બોલાવી દરવાજો તોડાવ્યો. દરવાજો તૂટતા જ અંદરનું દ્રશ્ય જોઈને ત્યાં હાજર દરેક લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. કારણ કે બેડ ઉપર પતિની લાશ પડી હતી અને દીકરીઓ પિતાના મૃતદેહ સાથે રમી રહી હતી.

વીણા જણાવે છે કે, મેં જ્યારે જોયું ત્યારે મારા પતિની લાશ બેડ ઉપર પડી હતી અને બંને દીકરીઓ પિતાના મૃતદેહ સાથે રમી રહી હતી. બંને બાળકીઓ સિંદુરથી રમી રહી હતી, રમતા રમતા બાળકીએ પિતાના શરીર પર પણ સિંદુર ચોપડી દીધું હતું.

પતિને આ હાલતમાં જોતા પત્ની જોર જોરથી રડવા લાગે છે, અને તરત જ સમજી જાય છે કે, તેના પતિને હાર્ટ એટેક આવ્યો છે. એટલે ત્યાં ને ત્યાં જ તેમને ફરી બેઠા કરવાના પ્રયત્નો કરે છે. વીડિયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે પત્ની પતિના છાતીના ભાગે જોર જોરથી ધબ્બા મારી રહી છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચે છે, ત્યારબાદ પતિને હોસ્પિટલ લઈ જવામાં આવે છે. હોસ્પિટલમાં ડોક્ટરો હતીને મૃત જાહેર કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *