વડોદરા(Vadodara): ગઈકાલે વડોદરા(Vadodara)માં કપુરાઈ ચોકડી(Kapurai Chowk) નજીક રાજસ્થાનના ભીલવાડાથી મુંબઈ જઈ રહેલી લકઝરી બસ ઘઉં ભરેલા ટ્રેલર સાથે અથડાતાં ગમખ્વાર અકસ્માત(Accident) સર્જાયો હતો. આ દર્દનાક અકસ્માતમાં એક સાથે 6 લોકોના મોત(6 people died) અને 17 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં. હાલમાં તો ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ ગમખ્વાર અકસ્માતમાં બે પુરુષ, ત્રણ મહિલા સહિત એક બાળકનું કરુણ મોત થયું હતું.
જેમાં અમીત ગરાસીયા પોતાની પત્ની અને બાળક સાથે બનેલી સમગ્ર ઘટના વિશે જણાવતાં કહે છે કે, ‘ગત્તરોજના આ કાળમુખા દિવસે મારી પત્ની અને પુત્રને છીનવી લીધા છે. મારી પત્નીએ બસમાં બેસતા પહેલાં કરેલી મારી સાથેની વાત મારા અને પુત્ર માટે જીવવાનો એક માત્ર હવે સહારો રહ્યો છે. મારો પુત્ર આકાશ ગઈકાલનો મમ્મી-મમ્મી કહીને રડ્યા કરે છે, હું હવે તેને ક્યાંથી મમ્મી લાવી આપું?’
રાજસ્થાનના બાંસવાડાથી પત્ની-બાળકો સુરત આવતાં હતાં
ગઈકાલે સવારે વડોદરા પાસે બનેલાં અકસ્માતમાં કોઈએ પત્ની અને દીકરી તો કોઈએ બહેન તો કોઈએ માતા તો કોઇએ પિતા ગુમાવ્યા છે, ત્યારે રાજસ્થાનના બાંસવાડાના વતની અને સુરતમાં રહેતા 28 વર્ષિય અમીત ગરાસીયાએ પત્ની નિર્મલા અને 3 વર્ષનો પુત્ર આર્યન ગુમાવ્યો છે અને બીજો 6 વર્ષનો પુત્ર આકાશ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 6 વર્ષનો આકાશ માતાને યાદ કરીને રડ્યા કરે છે. રાજસ્થાનના બાંસવાડાના તિમેડાછોટા ગામનો વતની અમીત દેવચંદભાઈ ગરાસીયા સુરતમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે.
તેઓ પત્ની નિર્મલા બાળકો આકાશ, આર્યન પિતા દેવચંદ અને બે નાના ભાઈઓ રાજેશ અને પંકજ સાથે ખુશમય જિંદગી પસાર કરી રહ્યા હતા. પત્ની નિર્મલા વતન તિમેડાછોટા ગામમાં રહેતા પિતા બિમાર હોવાથી બે સંતાનો આકાશ (ઉં.6 ) અને આર્યન (ઉં.3) ને લઇ 10 દિવસ પહેલાં પિયર ગયા હતા. અમીત ગરાસીયાએ જણાવ્યું હતું કે, સામે દિવાળી આવતી હોવાથી પત્ની નિર્મલા બે સંતાનોને લઈને સુરત આવવા નીકળી હતી. મારો સાળો દિપક તેમને બસમાં બસાડી ગયો હતો.
બસમાં બેસતા પહેલાં પત્નીએ મારી સાથે વાત કરી હતી. ફોન ઉપર પત્નીએ માત્ર એટલીજ વાત કરી હતી કે, હું સુરત આવી રહી છું. મને લેવા આવજો. 10 દિવસ બાદ આવી રહેલી પત્ની અને બે બાળકોને ઘરે લાવવા માટે સુરત બસ સ્ટેન્ડ લેવા જવાને બદલે મારે પત્ની અને મારા પુત્ર આર્યનનો મૃતદેહ લેવા માટે વડોદરા જવાનો સમય આવ્યો હતો. મારો ઇજાગ્રસ્ત 6 વર્ષનો પુત્ર આકાશ હોસ્પિટલના બિછાને સારવાર લઇ રહ્યો છે. તે પણ મમ્મી-મમ્મી કરીને રડી રહ્યો છે. હું હવે ક્યાંથી તેની મમ્મીને લાવી આપું.
મારી પત્ની મારા માટે સર્વસ્વ હતી
તેને કેવી રીતે છાનો રાખું. મારાથી મારા પુત્રની સામે પણ જવાતું નથી. હાલ મારો પુત્ર હોસ્પિટલના સ્ટાફના ભરોસે છે અને હું મારી પત્ની અને આર્યનના મૃતદેહ વતન લઈને જવા માટે કોલ્ડરૂમ ઉપર કાયદાકીય પ્રક્રિયા પૂરી કરી રહ્યો છું. અમીતભાઈ લાંબુ ડસકુ લેતા વધુમાં જણાવ્યું કે, મારી મમ્મીના મૃત્યુ બાદ મારી પત્ની નિર્મલા જ મારા પરિવારને બે ટાઇમ રોટલા ખવડાવતી હતી. હવે અમને કોણ રોટલા ખવડાવશે ? હવે ઘરમાં કરવાવાળું કોઇ રહ્યું નહીં. મારા 6 વર્ષના આકાશનું શું થશે? જેવું પત્નીનું નામ હતું તેવો તેનો સ્વભાવ હતો. નિર્મલા મારા અને મારા પરિવાર માટે સર્વસ્વ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.