જમીનમાં રોકાણ કરતાં પહેલાં ખાસ વાંચી લેજો કચ્છનો આ કિસ્સો- સામે આવ્યું કરોડોનું જમીન કૌભાંડ

કચ્છ જિલ્લાના મોટા ભાડરા ગામે પડતર જમીનના નકલી દસ્તાવેજો બનાવવામાં આવ્યા હતા. આ નકલી દસ્તાવેજોના આધારે મૂળ કચ્છ ગામ ગાંધીધામના શાંતિલાલ પટેલ અને એમના સગાવાલાઓ પાસેથી રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના પોલીસ સ્ટેશન પહોંચી હતી. રૂપિયા પડાવનાર વિરુધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કચ્છ લડાયક મંચના પ્રમુખએ જણાવ્યું હતું કે, સીઆઇડીને આ મામલે તપાસ કરવામાં માટે અરજી પણ કરવામાં આવી છે. શાંતિલાલના જમાઇ સંજય અને દિકરી મયૂરીએ કહ્યું હતું કે, કચ્છમાં કોઈપણ તાલુકામાં સસ્તા ભાવે જમીન મળતી હોય તો અમને જાણ કરજો.

મુંબઈના બિલ્ડર પ્રવિણ હંસરાજ લોડાયા જે મૂળ અબડાસા કચ્છના વતની છે અને તે કચ્છમાં જમીન લે વેચનો ધંધો પણ કરે છે. ત્યારે નકલી દસ્તાવેજોના આધારે શાંતિલાલને મોટા ભાડરા ગામે આવેલી રૂપિયા 20 કરોડની સરકારી પડતર જમીન વેચી દેનારે પોતાના ભાગીદાર તરીકે કચ્છના વતની પ્રતાપ ઠક્કરની ઓળખાણ આપી હતી.

એક એકરના1 લાખના રૂપિયાના હિસાબે મોટા ભાડરાની 200 એકર પડતર જમીન 20 કરોડમાં વેચી આપી હતી.  પ્રવિણ લોડાયા અને પ્રતાપ ઠક્કરે જે જમીન લે વેચનો ધંધો કરે છે. તેમને શાંતિલાલ નાનજી પટેલ અને એમના સગાવાલાઓ પાસેથી જમીનના ટોકન રૂપે સૌપ્રથમ 2 કરોડ અને ત્યારબાદ 18 કરોડ એમ કુલ રૂપિયા 20 કરોડ લીધા હતા.

શાંતિલાલ પટેલે 20 કરોડ રૂપિયા આપ્યા બાદ જમીન પોતાનાને નામે ન થતાં મહેસુલી તંત્રની કચેરીએ જઇને આ અંગે તપાસ કરી હતી. ત્યાં તેમણે જાણવા મળ્યું હતું કે, જે 200 એકર જમીન વેચવામાં આવી છે. તે જમીનના દસ્તાવેજો નકલી છે. ત્યારબાદ શાંતિલાલ, તેમની દિકરી અને જમાઇએ મામલદાર કચેરીમાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, આ જમીન સરકારની માલિકીની છે. શાંતિલાલ, તેમની દિકરી અને જમાઇ છેતરપિંડીનો ભોગ બન્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *