COVID-19ની મહામારીમાં આત્મહત્યાની ઘટનાઓમાં સતત વધારો થયો છે તે સમયે અમદાવાદ શહેરમાં એક પોલીસ કોન્સ્ટેબલે તેનાં રૂમમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. બનાવની જાણ થતા પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચી ગઈ હતી તેમજ કોન્સ્ટેબલનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આખા મામલે ગુનો નોંધીને તપાસ ચાલુ કરવામાં આવી હતી. એવું પણ કહેવાય રહ્યું છે કે, પોલીસ કોન્સ્ટેબલે કામનાં ભારણથી માનસિક રીતે કંટાળીને ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હોઈ શકે છે પણ પોલીસની તપાસ પછી જ કોન્સ્ટેબલની આત્મહત્યાનું સાચું કારણ જાણવા મળશે. કોન્સ્ટેબલની આત્મહત્યાનું કારણ જાણવા માટે FSL પણ તપાસમાં જોડાઈ છે.
રિપોર્ટ મુજબ અમદાવાદ શહેરનાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં વિશાલ ડાભી નામનો વ્યક્તિ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે તેમજ તે અમદાવાદ શહેરનાં સેટેલાઇટ વિસ્તારમાં આવેલા પ્રેરણાતીર્થ દેરાસરની પાસે આવેલ દર્શન એપાર્ટમેન્ટમાં પાંચ લોકો સાથે PGમાં રહે છે. કોન્સ્ટેબલ પોલીસ સ્ટેશનમાં તેની ફરજ પૂરી કર્યા પછી ઘરે ગયો, તે સમયે તેને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. જ્યારે કોન્સ્ટેબલની સાથે રહેતા લોકો રૂમમાં આવ્યા તે સમયે તેમને જાણવા મળ્યું હતું કે, કોન્સ્ટેબલ વિશાલ ડાભીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. જેથી એમણે આખા બનાવની જાણ પોલીસને કરી હતી.
કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવા અંગેની જાણ પોલીસને થતા પોલીસ કાફલો તાત્કાલીક બનાવ સ્થળે પહોંચ્યો હતો તેમજ વિશાલ ડાભીની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી સમગ્ર મામલે તપાસ ચાલુ કરી હતી. કોન્સ્ટેબલે કામનાં ભારણથી માનસિક રીતે કંટાળીને આત્મહત્યા કરી હોવાની ચર્ચાઓ થાય છે. એવી પણ માહિતી મળે છે કે, 4 માસ અગાઉ જ વિશાલ ડાભીની વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં બદલી થઇ હતી. વિશાલ મૂળ ધંધુકાનો રહેવાસી છે તેમજ તેને વર્ષ 2013માં પોલીસ ભરતીમાં કોન્સ્ટેબલ તરીકે અમદાવાદ રૂરલમાં પોસ્ટિંગ મળ્યુ હતું તેમજ એ પછી 4 માસ અગાઉ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એની બદલી કરી હતી.
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં બદલી થયા પછી તેને રાઉન્ડ ધી ક્લોક નોકરી આપી હતી. જેનાં લીધે તે કામનાં ભારણથી કંટાળી ગયો હોવા અંગેની પણ ચર્ચા ચાલુ છે પણ આવનારા દિવસોમાં પોલીસની તપાસમાં વિશાલ ડાભીએ આત્મહત્યા શા માટે કર્યો એનું સાચું કારણ જાણવા મળશે. કોન્સ્ટેબલનાં આત્મહત્યાનું સાચું કારણ જાણવા માટે FSL દ્વારા પણ તપાસ ચાલુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle