સળિયા ચોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ: LCB પોલીસે 98 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી 11 આરોપીની કરી ધરપકડ

રિપોર્ટર: દિનેશ પટેલ, કામરેજ Surat News: સુરતમાં દિવસેને દિવસે ચોરીની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. અસામાજિક તત્વોને જાને કે પોલીસનો ડર ન હોય તે રીતે ચોરીની ઘટનાને અંજામ આપતા હોય છે.ત્યારે આજે ફરી એકવાર સુરતના કામરેજ વિસ્તારમાંથી જિલ્લા LCBએ સળિયા ચોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.જેમાં પોલીસે 98 લાખથી(Surat News) વધુનો મુદ્દામાલ કબ્જે કરી 11 જેટલા આરોપીની કરી ધરપકડ કરી હતી અને 1 આરોપીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત જિલ્લા LCBએ કામરેજ તાલુકાના કોસમાડા ગામની સીમમાંથી લોખંડના સળિયા ચોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જિલ્લા LCBની ટીમે અંતરોલીથી કડોદરા જતાં રીંગ રોડ પર આવેલા એક ગોડાઉનમાં બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે, ફેક્ટરીમાંથી સળિયા ભરીને નીકળતા ટ્રેલરચાલકો બારોબાર ચોરી છુપીથી સળિયાનો અમુક જથ્થો વેચાણ કરે છે.

આ ટોળકી રંગેહાથ ઝડપાઇ
ત્યારે પોલીસની રેડમાં સળિયા ચોરીમાં સંડાવોયેલી ટોળકી રંગે હાથે ઝડપી પડાઇ હતી. જેમાં જશરાજ જાટ (રહે. કચ્છ), તગારામ ચૌધરી (રહે. ક્ચ્છ), કૈલાસ જાટ (રહે. કોસમાડા), ક્રિષ્નારામ જાટ (રહે. કોસમાડા), સુધીર ગોંડલીયા (રહે. વાલક પાટીયા ), કુલદીપ નસીત (રહે વાલક પાટીયા ), કેસુલાલ રામા ખાનીયા મીણા (રહે. વાલક પાટીયા ), માનીયા લાલ મેઘરાજજી મીણા (રહે. વાલક પાટીયા ), ભેરુ થાવરા મીણા (રહે.વાલક પાટીયા ), પ્રતાપ ભગા મીણા (રહે. વાલક પાટીયા સુરત), જયદેવ ગોંડલીયા (રહે. પુણાગામ )ને ઝડપી પાડી ગુનામાં સામેલ મુખ્ય આરોપી મહેન્દ્ર ભંવરદાન ચારણને વોન્ટેડ જાહેર કરાયો હતો.

મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો
પોલીસે આરોપી પાસેથી ₹.22,71 લાખની કિંમતના 41295 કી.ગ્રા ચોરીના લોખંડના સળિયાનો સંગ્રહિત જથ્થો બે ટ્રેલરમા ભરેલો ₹.39.82 લાખની કિંમતના 68.640 કી.ગ્રાં લોખંડના સળિયાનો જથ્થો આ સાથે જ ₹.35 લાખની કિંમતના બે ટ્રેલર અને ₹.70 હજારની કિંમતના 10 મોબાઇલ સહિત અંગ ઝડતીની રોકડ રકમ મળી ₹.98.44 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.