ગુજરાતમાં ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ગયું છે ત્યારે ભાજપમાં ઘણા ઉમેદવારોનો વિરોધ થતાં, કોંગ્રેસે કહ્યું- પાર્ટી છોડીને જનારાને પરત લેવામાં આવશે નહીં

Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે તે પહેલા ગુજરાતમાં રાજકીય વિવાદથી ગરમાવો આવી ગયો છે.ભાજપ અને કોંગ્રેસમાં…

Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે તે પહેલા ગુજરાતમાં રાજકીય વિવાદથી ગરમાવો આવી ગયો છે.ભાજપ અને કોંગ્રેસમાં ટિકિટને લઈને અંદરો અંદર વિવાદ ચાલી રહ્યો છે. ભાજપમાં તો બે બેઠક પર ઉમેદવારોને બદલ્યા છતાં સ્થિતિ ઠેરના ઠેર જ છે. સાબરકાંઠા-વડોદરમાં ભાજપના(Lok Sabha Election 2024) કાર્યકરોનો નારાજ છે, તો રાજકોટ બેઠકના ભાજપના ઉમેવદવારના નિવેદનના કારણે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. તો બીજી તરફ કોંગ્રેસ પક્ષમાં પણ ટિકિટને લઈને ખેંચતાણ ચાલી રહી છે અને પાર્ટીમાં નારાજગી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાં રાજીનામાનો દોર ચાલી રહ્યો છે, ત્યારે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ પોતાની જ પાર્ટીના નેતાઓને ચીમકી આપી છે.

રાજકારણ ગરમાયુ
તો બીજી તરફ અમરેલી ભાજપમાં ભડકા જેવી સ્થિતિ પેદા થઇ છે, રાજ્યમાં પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા અને વિજાપુર બાદ હવે અમરેલી ભાજપમાં કકળાટ શરૂ થયો છે, ભાજપના કાર્યકરો અને નેતાઓ ભરત સુતરિયાના લોકસભાની ટિકીટ આપતા નારાજ હોવાનું દેખાઇ રહ્યું છે. આ કડીમાં હવે ભાજપના મોટા નેતા ભરત કાનાબારે નારાજગી દર્શાવતી પૉસ્ટ શેર કરી છે, આ પૉસ્ટથી કોના પર નિશાન સાધવામા આવ્યુ છે, તે ખબર નથી પડતી પરંતુ બેઠક પર રાજકારણ વધુ ગરમાયુ છે.

ભાજપે સીનિયર નેતાઓને કાપીને નવા નેતાને આપતા વિરોધનું વંટોળ
અમરેલી લોકસભા બેઠક પર ભાજપ ચર્ચા અને મંથન કર્યા બાદ આખરે ભરત સુતરિયાને ટિકીટ આપી હતી, ભાજપે સીનિયર નેતાઓને કાપીને નવા નેતા ભરત સુતરિયાને ટિકીટ આપી છે, આ વાતને લઇને છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભડકો થયો છે. તાજેતરમાં જ અમરેલી ભાજપના દિગ્ગજ નેતા ભરત કાનાબારની સોશ્યલ મીડિયામાં પૉસ્ટ વાયરલ થઇ છે. ભરત કાનાબારે રાજકારણમાં જાતિવાદ અંગે પોસ્ટ કરી છે, જાતિવાદના આધારે ટિકિટ ફાળવાતી હોવાનો આ પોસ્ટમાં કાનાબારે ઉલ્લેખ કર્યો છે. કાનાબારે ક્યાં પક્ષની વાત કરી તેની પોસ્ટમાં ચોખવટ નથી. જાતિવાદથી ફાળવાતી ટિકિટમાં લાયક ઉમેદવારને અન્યાય થતો હોવાની આ પોસ્ટમાં લાગણી છે.

સાબરકાંઠામાં વિવાદ
સાબરકાંઠામાં ભડકો વધી રહ્યો છે, ગઇકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાબરકાંઠાની મુલાકાત લીધી છે, અને વન ટૂ વન સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ભાજપના નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક કરી હતી. હવે આ મુદ્દે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ બેઠક કરી છે. ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠામાં ભાજપે પહેલા ભીખાજી ઠાકોરને લોકસભા બેઠકની ટિકીટ આપી હતી, જોકે, અટકને લઇને વિવાદ થતાં બાદમાં ઉમેદવાર બદલીને શોભના બારૈયાને ટિકીટ આપી હતી. બેઠક પર બે વાર ઉમેદવારો બદલાયા છતાં વિવાદ શમતો નહતો, જેને લઇને હવે સીએમ પટેલ એક્શનમાં આવ્યા અને આજે ગાંધીનગરમાં તેમના નિવાસ સ્થાને પક્ષના તમામ નેતાઓ, ધારાસભ્યો અને આગવાનોને બોલાવીને બેઠક કરી હતી, જેમાં સ્પષ્ટ રીતે સૂચના આપવામાં આવી હતી કે, સાબરકાંઠા બેઠક પર ઉમેદવાર બદલાશે નહીં, પક્ષના તમામ કાર્યકર્તાઓને સાથે મળીને એકજૂથ થઇને કામ કરવાનું છે.

પરેશ ધાનાણીએ કરી ટકોર
અમરેલીમાં કાર્યકરોને સભા દરમિયાન કોંગ્રેસ છોડી જનાર કાર્યકરને ટકોર કરતા કોંગ્રેસનાં નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, ‘કોંગ્રેસ છોડી જનારા હવે પરત લેવાના નથી. અમરેલીએ જ્યારે કરવટ બદલી ત્યારે ગુજરાતે સમર્થન આપ્યું છે. 2004ની ચૂંટણીનું પુનરાવર્તન થવાનું છે. આ ચૂંટણી ઉમેદવાર નહીં કાર્યકર લડી રહ્યો છે.’