પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકર(Lata Mangeshkar)ને કોરોના(Corona) વાયરસના સંક્રમણને કારણે 8 જાન્યુઆરીએ દક્ષિણ મુંબઈ(Mumbai)ની બ્રીચ કેન્ડી હોસ્પિટલ(Breach Candy Hospital)ના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબિયતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે.
View this post on Instagram
છેલ્લા 21 દિવસથી લતા મંગેશકર મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે અને ત્યાં તેમની સારવાર ચાલી રહી છે. લતા મંગેશકરના સ્વાસ્થ્ય વિશે માહિતી આપતાં ડૉ. પ્રતાએ કહ્યું, “લતાજી વેન્ટિલેટર પર હતા પરંતુ 2 દિવસ પહેલા તેમની તબિયતમાં થોડો સુધારો જોવા મળતાં તેમને વેન્ટિલેટર સપોર્ટ પરથી દૂર કરવામાં આવ્યા હતા.”
ડૉક્ટરે વધુમાં કહ્યું કે ,લતાજી અત્યારે પણ ICUમાં જ રહેશે અને ડૉક્ટરની દેખરેખમાં રહેશે. તેમની તબિયતમાં થોડો સુધારો થયો છે અને ડૉક્ટરો તેમની સતત સારવાર કરી રહ્યા છે.
બીજી તરફ ગાયિકા લતા મંગેશકરના પરિવારે ગાયકના સત્તાવાર એકાઉન્ટ દ્વારા ફરી એકવાર લોકોને તેમની તબિયત અંગે ચિંતાજનક અફવાઓ ફેલાવવાથી દૂર રહેવા જણાવ્યું છે. આ સાથે તેણે લોકોને પ્રાર્થના કરવાનું કહ્યું.
હાલમાં ભારત રત્ન લતા મંગેશકર હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. આંખો દેશ પ્રાર્થના કરી રહ્યો છે કે જલ્દીથી તેમનું સ્વાસ્થ્ય સારું થઇ જાય અને હોસ્પિટલમાંથી રજા મળે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.