ગાંધીનગર(ગુજરાત): ગાંધીના ગુજરાતમા દારૂબંધી હોવા છતા બુટલેગરો વધુ પ્રમાણમાં દારૂ વેચી રહ્યા છે. દહેગામ પાસે નિલકંઠ મહાદેવના છાપરા વિસ્તારમાંથી ખુલ્લે આમ વિદેશી દારૂનું વેચાણ થતા પોલીસે દરોડા પાડીને ઝડપી પડ્યો હતો. બુટલેગરો દારૂને જમીનમા સંતાડી રાખતા હતા, એલસીબી ટીમેં બુટલેગરને ઝડપીને કાર્યવાહી શરુ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.પી.ઝાલાની ટીમને ડામવા પેટ્રોલીંગ કરવામા આવતું હતું. તે દરમિયાન બાતમી મળી હતી કે, એક બુટલેગર ભુપેન્દ્ર ઉર્ફે અબ્દુલ મહેશજી ઠાકોર નિલકંઠ મહાદેવના છાપરા વિસ્તારમાં જમીનમા દારૂને સંતાડી રાખતો હતો અને ગ્રાહક મુજબ તેનુ છુટક વેચાણ કરતો હતો.
બુટલેગરના ઘરની તપાસ કરતા પોલીસને તપાસ કરતા વિદેશી 323 દારૂની બોટલ અને બિયરના ટીન મળ્યા હતા. બુટલેગર તેના કુટુંબી ભાઇ રણજિતસિંહ દિનેશજી ઠાકોર અને ટીનાજી સરદારજી ઠાકોર સાથે મળીને વેપાર કરતો હોવાનું જાણવા મળ્યું હતુ.
પોલીસે 1,20,838નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરુ કરી હતી. બીજી તરફ દહેગામના લોકોને દહેગામનો જ એક વ્યક્તિ દારૂ પહોંચાડી રહ્યો છે અને દહેગામમા જ છુટક વેચાણ કરવામા આવતુ હતુ, છતા દહેગામ પોલીસને તેની જાણ પણ થઇ ન હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.