જુઓ કેવી રીતે ગાંધીના ગુજરાતમાં શાકભાજીની આડમાં થઇ રહી છે નશીલા પદાર્થની હેરાફેરી- એકસાથે 876 કિલો…

ગુજરાત(Gujarat): રાજ્યમાં અનેક વાર સરહદી વિસ્તારમાંથી દારૂની અને નશીલા પદાર્થ(Intoxicants)ની હેરાફેરીના અનેક કિસ્સાઓ સામે આવતા રહેતા હોય છે. ત્યારે ગુજરાતમાં દારૂબંધી(Alcoholism) હોવા છતા અવાર નવાર ગેરકાયદેસર દારૂ અને અન્ય નશીલા પદાર્થોને ગેરરીતે ઘૂસાડવામાં આવતા હોય છે. જેને કારણે પોલીસ તંત્ર સામે પણ ઘણા પ્રશ્નો ઉદભવી રહ્યા છે.

ત્યારે રાજ્યના દાહોદ(Dahod)માં અંદાજીત 26 લાખથી વધુ કિંમતનો અફીણનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. રાજસ્થાનનો ટ્રકચાલક ટ્રકમાં શિવરામ ભાદુ શાકભાજીની આડમાં અંદાજીત 876 કિલો અફીણ અને નશીલા પદાર્થને લઈને ગુજરાતમાં આવી રહ્યો હતો. આ દરમિયાન LCBને જાણકારી મળી હતી તે માહિતીને આધારે મળેલી માહિતી બાદ છટકું ગોઠવવામાં આવ્યું હતું અને મોટી માત્રામાં નશીલા પદાર્થનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.

LCBએ અફીણનો મોટો જથ્થો ઝડપી પાડ્યો:
દાહોદ LCBએ 26 લાખ કરતા પણ વધુના જથ્થા સાથે રાજસ્થાનના ટ્રકચાલક શિવરામ ભાદુને ઝડપી પાડવામાં આવ્યો છે અને હેરાફેરી થઇ રહેલ તમામ મુદ્દામાલ કબ્જે કરી લેવામાં આવ્યો છે. ભથવાડા ટોલનાકા પર રાજસ્થાન પાર્સિંગની ટ્રકમાં અફીણના જથ્થાને શાકભાજીની આડમાં રાજ્યમાં લાવવામાં આવી રહ્યો હતો. જેમાં બાતમી મળતાની સાથે જ દાહોદ LCB હરકતમાં આવી હતી અને મુદ્દામાલ સાથે ટ્રક ચાલક સાથે એક આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *