કોરોના મહામારીથી બચવા આજે દરેક લોકો થતા પ્રયત્નો કરી રહ્યા છે, હવે લોકો સમજી ગયા છે કે, પાણી હવે માથા ઉપરથી વહેવા લાગ્યું છે. કોરોનાએ આજે રાજ્યના મોટાભાગના મહાનગરોમાં પોતાનો પગપેસારો કરી દીધો છે. મહાનગરોના મોટાભાગના ઘરોમાં કોરોનાએ પોતાનું સ્વરૂપ બતાવ્યું છે અને લોકોએ કોરોનાને ગંભીરતા પૂર્વક લેવાનું શરુ કર્યું છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે, કોરોનાથી સાજા થનાર લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે અને મૃત્યુદરમાં વધારો થઇ રહ્યો છે. જોઈ કોઈને પણ કોરોના આવ્યો હોય અને હોસ્પિટલમાં દાખલ થયા હોય તો, તેમના ઘરે પાછા આવવાની સંભાવના હાલ ખુબ જ ઘટી ગઈ છે, કારણ કે કોરોના મહામારી ગયા વર્ષ કરતા પણ આ વર્ષે વધારે વકરી છે.
આવા ભયંકર માહોલ વચ્ચે પણ સુરતના એક વડીલે ચમત્કાર કર્યો છે. 91 વર્ષની ઉંમરે કોરોનાને હરાવીને ઘરે પાછા ફર્યા છે અને લોકોને કોરોનાને હાલના સમયમાં પણ હરાવી શકાય છે, તેવો સંદેશો આપ્યો છે. હાલની વાત કરીએ તો લોકો કોરોનાગ્રસ્ત દર્દીઓ હોસ્પીટલમાં દાખલ થયા બાદ એટલા ડરી જાય છે કે, તેમનો આ ડર જ તમની મોતનું કારણ બને છે. આવા હાલ મહાનગરોની દરેક હોસ્પિટલો ફૂલ થઇ ગઈ છે અને મોટાભાગના સીરીયર્સ દર્દીઓના મોત થાય છે પણ ઘણા દર્દીઓ 10 દિવસ કે પછી 20 દિવસે કોરોનાને હરાવીને પાછા પણ ફરી રહ્યા છે. હાલ આવો જ એક બનાવ સુરત શહેરમાં બન્યો છે.
91 વર્ષીય સુભાષભાઈ ડાહ્યાભાઇ ઝવેરી કોરોનાથી પીડાઈ રહ્યા હતા, છેવટે ઓક્સીજન લેવામાં તકલીફ પડતા તેમને મહાવીર ટ્રોમા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા 10 દિવસથી સુભાષભાઈ કોરોના સામે જીવન અને મોત વચ્ચેની લડાઈ લડી રહ્યા હતા. સુભાષભાઈને 40 ટકા જેટલું કોરોના સંક્રમણ હતું અને સુભાષભાઈને આઠ દિવસ સુધી સતત ઓક્સીજન પર રાખવામાં આવ્યા હતા. પરિવારજનો પાસે પ્રાથના કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. આવા સમય વચ્ચે 10 દિવસની લડાઈ બાદ સુભાષભાઈ મંગળવારે સાજા થઇ હોસ્પિટલમાંથી રજા લીધી હતી.
અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો મોટાભાગના કોરોનાગ્રસ્ત દર્દીઓ સિવિલમાં કે પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ થયા બાદ હિંમત હારી જાય છે અને મનથી માની લે છે કે, ‘હવે હું નહિ બચું’. પરંતુ ખરેખર ઘણા દર્દીઓ એવા છે જેમણે કોરોના સામે સતત 20 થી 25 દિવસ સતત હોસ્પીટલના ICU વોર્ડમાં લડ્યા હતા અને આખરે કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા હતા. જયારે આ તમામ લોકોને પૂછવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે, આ તમામ લોકો કોરોનાથી થોડા પણ ગભરાયા નોહતા અને ડોકટરની સલાહ મુજબ ટાઇમ ટુ ટાઇમ દવાઓ લીધી હતી અને દરેક સવારમાં થોડી પણ હિંમત નહોતા હાર્યા. હાલ પણ કોરોના સામે લડવાનો આ એક જ ઉપાય છે જેના કારણે લોકો કોરોનાને હરાવી ઘરે પાછા આવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં જો તમારે પણ કોરોના સામે લડવું હોય તો મનથી કઠણ રહેવું પડશે, જો મનથી જ હારી ગયા તો સમજજો કે, કોરોનાથી તમને ભગવાન પણ નહિ બચાવી શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.