જાણો સફેદ વાળને કાળા કરવાનો સૌથી સરળ ઉપાય

કાળામરી ને ખાવાથી ન માત્ર સ્વાસ્થ્ય સારૂ રહે છે,પરંતુ તેનાંથી ઇમ્યૂનિટી પણ વધે છે,જેનાથી લોકો વાયરસનાં ઇનફેક્શનથી બચે છે.કાળા મરી એ ખાંસી,સર્દી,પાચનમાં સહાયક બને છે.માત્ર એટલું જ નહી.આ હાઇ બ્લડપ્રેશરના દર્દીઓ માટે પણ ખુબ જ ફાયદાકારક છે.પરંતુ શુ તમે જાણો છો,કે કાળા મરી વાળની માટે પણ ફાયદાકારક સાબિત થાય છે.હાં,જો તમારા માથામાં ખોડો છે,અને વાળ ખુબ જ ઝડપથી ખરી રહ્યા છે,તો કાળા મરી આ સમસ્યાથી તમને રાહત આપશે.આ સિવાય સફેદ વાળને કાળા કરવામાં કાળા મરી તમારી સહાય કરી શકે છે.આવો,તમને જણાવીએ કે, વાળમાં કાળા મરી લગાવવાથી જેવી રીતે ફાયદો પહોંચાડી શકે છે,અને તમે કેવી રીતે તેનો વપરાશ કરી શકો છો.

સફેદ વાળ માટે દહી અને કાળા મરીનો હેર પેક

જો તમે સફેદ વાળથી હેરાન છો,તો તમે તમારા વાળમાં કાળા મરીની સાથે-સાથે દહીથી બનેલા હેર પેકનો પણ ઉપયોગ કરી શકો છો.કાળા મરી વાળને સમય થતાં પહેલા સફેદ થતાં અટકાવી શકે છે.કારણ કે,તેમાથી કોપરની ભરપૂર પ્રમાણમાં હોય છે.દહી એ તમારા વાળને મોઇશ્ચરાઇજ કરે છે,અને વિટામીન Cની અછતને દૂર કરે છે.આ હેર પેકને બનાવવા માટે તમારે એક બાઉલમાં 1 કપ દહી લેવાનું રહેશે.પછી તેમા 2 ચમચી કાળા મરીનો પાઉડર નાંખો અને ભેળવો.તેના પછી તમે તેમાં 1 ચમચી મધ નાખો અને તેને સારી રીતે મેળવી લો.હવે,આ હેર પેકને તમારા વાળ અને સ્કાલ્પ પર લગાવો.અડધા કલાક બાદ તમારા વાળને શેમ્પૂથી ધોઇ નાંખો.

ડેન્ડ્રફ માટે કાળા મરી અને જૈતૂનના તેલનું હેર પેક

મોસમની બદલાતાની સાથે જ વાળમાં ડેન્ડ્રફની સમસ્યા થઇ જાય છે,એવામાં તમે કાળા મરી અને જૈતૂનના તેલથી માથા અને વાળમા મસાજ કરી શકો છો.જો તમે આ પદ્ધતિનો અઠવાડિયામાં 2 વાર ઉપયોગ છો,તો તમે ખોડાથી છૂટકારો મેળવી શકો છો.વાળથી ખોડાને દુર કરવા માટે બાઉલમાં 1 ચમચી કાળામરીનો પાઉડર નાંખો.અને પછી તેમા વર્ઝિન ઓઇલ નાંખો અને તેમા બંન્નેને સારી રીતે ભેળવી દો.ત્યારપછી પછી તે બંન્નેમાં 2 ચમચી લિંબૂનો રસ નાંખો.હવે તેને તમારા સ્કાલ્પ પર લગાવો અને 1 કલાક અથવા તો સપૂર્ણ રાત સુધી રહેવા દો.આગલા દિવસે તેને શેમ્પૂથી ધોઇ નાંખો.આનાંથી તમને ખોડાને અટકાવવા માટે તમને મદદ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *