મિત્રો આજે આપણે ગંગવા કુવાની સિકોતર મા ના ઇતિહાસ અને પરચાની વાતો કરીશું. કહેવાય છે કે, ઘણા વર્ષો પહેલાનો ઇતિહાસ છે ગામમાં માલા અને મશરૂ નામના ડોડીયા સપનાબેન રબારી ભાઈઓ રહેતા હતા તેમાં મશરૂની એકની એક દીકરી હતી તેને ખૂબ લાડકોડથી ઉછેરીને મોટી કરી હતી. ધીરે ધીરે દીકરી ઉંમરલાયક થતાં દેલવાડા ગામમાં તેનું સગપણ નક્કી કરે છે. પછી તો દિવસો પસાર થાય છે અને લગ્નનો સમય નક્કી થાય છે અને દેલવાડા થી જાન આવે છે .
પછી માલા અને મશરૂ રોજ ધૂપ-દીપ કરીને સેવાભક્તિ કરતા અને મશરૂની દીકરીને પણ મારા પર અતૂટ શ્રધ્ધા હતી. ભાઈઓ પાસે ઘણી ગાયો હતી એટલે પૈસે ટકે સુખી હતા એટલે દીકરી ને કરિયાવર માં ઘણી ગાયો આપી સાથે કપડા અને અન્ય ચીજવસ્તુઓ પણ આપી અમે દીકરીને વિદાય સમય થયો અને સૌ ગામને પાદર દીકરીને વિદાય આપવા ભેગા થયા ત્યારે દીકરી માલાને મશરૂને મળતી નથી અને અવળું ફરીને ઊભી રહી ને બંને ભાઈઓએ કહ્યું, મારે કરિયાવરમાં કાંઈ નથી જોઈતું પણ જતાં જતાં વળી એક જ ઈચ્છા છે કે મને સાથે માતા સિકોતર આપો.
ત્યારે માલા અને મશરૂએ કહ્યું, તું વાત કરી જો અને માતા આવે તો લઈ જજે તે દિવસે દીકરી પાછી વળીને મા સિકોતરના માટે જાય છે અને સાથે જવાની અરજ કરે છે એમાં જો મેં તારી સાચા મનથી સેવા ભક્તિ કરી હોય તો મારી એક જ વિનંતી છે કે એમાં તું મારી સાથે દેલવાડા આવ. સિકોતર અખંડ જ્યોત તેની સાથે લઈ લે છે અને માલાને મશરૂને મળીને વિદાય લે છે અને દેલવાડા ગંગવા કુવા માં હાજરાહજૂર બેસે છે.
એક દિવસ ગામમાં બારવટીયા ચોરી કરવા નીકળે છે અને ગામડે ગામડે ફરતા ચોરી નો ઘાટ મળતો નથી. એવામાં એક વન વગડામાં રૂખી ની દીકરી પર બહારવટિયાઓની નજર પડે છે અને કહે છે, આપણે ઉપડી જઈએ પછી તેને વેચી રૂપિયા મળશે તે સરખે ભાગે વહેંચી લઈશું. પકડવા જઈશું તો તે રાડો પડશે અને ગામ લોકો ભેગા થઇ જશે. આ વિચાર કરી તેની પાસે જઈને કહે છે કે, જરા આવો ને ત્યાં જ પનીનો હાથ પકડી ને ઘોડા પર બેસાડી બંને બહારવટિયાઓ પનીને લઈને ફરતાં ફરતાં દેલવાડા ગંગવા કુવા પાસે આવ્યા અને પનીને ત્યાં બેસાડીને ગામમાં ચોરી કરવા નીકળે છે.
પની એકલી બેઠી બેઠી કહે છે કે, હું રૂખીની એકની એક દીકરી છું આજે મારો આધાર કોઈને હોય જો મારી કોઈ માતા આટલામાં ક્યાંક બેઠી હોય તો મારી પાસે આવે. આટલું બોલે છે ત્યાં તો ગંગવા કુવામાં બેઠેલી સિકોતર દીકરી નો પોકાર સાંભળી જાય છે હવે મને કંઈક પરચા પૂરવા હશે અને જગતને નો મહિમા વધારવો હશે. જેથી એક ડોશી માં સિકોતર નું રૂપ લઈને આવે છે અને પનીને કહે છે દીકરી તું રડીશ નહીં શું દુઃખ છે ત્યારે પની બધી વાત કરે છે ત્યારે મા કહે છે એ દીકરી તું મને નથી ઓળખતી નથી હું ગંગવા કુવાની સિકોતર માતા છું
બહારવટિયાઓ કાલે તમે બજારમાં વેચી ને તારા લગ્ન સારી જગ્યાએ કરાવશે. પરંતુ તારે જ્યારે પણ મુશ્કેલી પડે ત્યારે મને યાદ કરજે. તારી વ્હારે આવીશ આટલું કહ્યું અને બીજે દિવસે બહારવટિયાઓ પનીને લઈને વડોદરાની બજારમાં હજાર રૂપિયામાં વેચી પનીના લગ્ન સારી જગ્યાએ કરાવે છે. પછી એનું ઘર સંસાર સારી રીતે ચાલે છે અને બે દીકરીઓ પણ છે અને તે પણ મોટી થવા લાગી. 15 વર્ષ વીત્યા અને પનીની દીકરીઓ મોટી થઈ અને લગ્ન કરવાની વેળા આવી તે સમયમાં દેરાણી જેઠાણી તેમની દીકરીઓના લગ્ન સાથે કરતા.
પની એ કહ્યું, મારે પણ દીકરીઓના લગ્ન કરવા છે. જેઠાણી બોલ્યા કે એ પની તારું કોઈ ઠેકાણું નથી તને તો બહારવટિયા મૂકી ગયા છે. નથી તારુ કોઈ પિયરયું કે નથી કોઈ ઘર. અને તારું મામેરું ન આવે તો અવસર બગડે. પછી પની રોવા લાગી અને તે જ ઘડીએ તેને ગંગવા કુવાની સિકોતર યાદ આવી પછી તો સિકોતર માતાને કંકોત્રી લખી અને બ્રાહ્મણને કહ્યું કે, માધુ ને ઘરે કંકોતરી આપજો અને જો તેના પકડે તો દેલવાડા ગંગમાં કુવે મુકતા આવજો અને એટલું બોલજે પનીનું મામેરુ આવ્યું છે.
પછી બ્રાહ્મણ દેલવાડા ગંગવા કુવાએ આવ્યા અને આવીને ત્યાં બોલ્યા તું ગમે તે હોય પણ તારી માટે કંકોત્રી મોકલી છે અને મામેરુ લઈને આવવાનું કહ્યું છે. તે દિવસે સિકોતરે કંકોત્રી લઇ લીધી પછી તો સિકોતર કુવા ની બહાર આવી અને દેવ મંડળમાંથી સિકોતર અને મેલડી સાથે જગતમાંથી હીરા મોતી અને જવેરાત ખરીદી મામેરુ લઈને વડોદરાનો મારગ પકડ્યો.
આ બાજુ ગામ મામેરું આવવાનું ચાલુ થઈ ગયું ગામમાં સૌ ઢોલે રમતા હતા, પણ પનીનુ મામેરૂ હજુ સુધી આવી નહીં. પની કામ કરવા લાગી અને ઘરના ખૂણે જઈને રોવા લાગી અને કહેવા લાગી કે મારું મામેરું આવ્યું નથી હવે હું જીવીને શું કરું. આ બાજુ સિકોતર ને ખબર પડી કે પની રડે છે તો માતાએ ગામના એક છોકરા પાસે સમાચાર મોકલ્યા કે, પનીનું મામેરું આવ્યું છે ત્યારે છોકરાએ જઈને પનીને કહ્યું કે તારું મામેરું આવ્યું છે ત્યારે પની બોલી કે મારી મશ્કરી શું કામ કરે છે. છોકરો બોલ્યો પણ પની સાચી વાત છે કોઈ બહેનો તને મામેરુ વધાવે બોલાવે છે
પછી સૌને સમાચાર આપ્યા કે, ચાલો મારું મામેરુ આવી ગયું છે. પનીએ કંકુ ચોખા લઇ ગામના ઝાંપે મામેરુ વધાવ્યું અને ઘરે આવીને મામેરું જોયું તો સૌથી સારું મામેરું હતું. હીરા અને ઝવેરાતનો કોઈ પાર જ નહોતો. ત્યારબાદ તે સમયે બધા વરરાજાના ઉતારા અલગ અલગ આપ્યા હતા. તે સમયે મેલડી બોલી સિકોતર ધામના દર્શન કરીને આવું.
પછી મેલડી બધા વરરાજાને મળતી જાય છે અને લકવા કરતી જાય છે. બધાને આંધળા અને બેહરા કર્યા. આવું કરીને આવી તો સિકોતર બોલી કે તે આમ કર્યું પણ આપણે તો કાલે જતા રહેશું આ તો તેના દેરાણી-જેઠાણી છે તે બધા વચ્ચે ઝઘડો થશે. તે દિવસે સિકોતર પાછી વળીને તેઓને આશીર્વાદ આપ્યા અને ઢોલ વગાડ્યો અને વડોદરાની બજારમાં પનીની સિકોતર નામે પ્રખ્યાત થયા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.