દાઝી ગયા પછી ની બળતરા કેવી હોય એતો જેનો અનુભવ થયો હોય તે જાણે. આમ જોઈએ તો આપણે પણ જિંદગીમાં ક્યારેક આ તબક્કામાંથી પસાર થઈ ગયા હોઈએ છીએ એટલે ખબર હોય છે. હવે જોઈએ મલમ કેવી રીતે બનાવાય છે. ઓચિંતા દાઝી ગયા પછી ડોક્ટર પાસે જતા પહેલા હાથવગો ઉપાય તૈયાર હોય તો કેવો કામ લાગે, વળી તમારી પાસે મલમ તૈયાર હશે તો પાડોશી ને ઉપયોગ બને ખરું ને?
આ મલમ બનાવવા માટે એક તલનું તેલ,10 ગ્રામ રાળ નો પાવડર લાવવો. બસ આ બે વસ્તુઓ જોઈએ મલમ માટે. સૌપ્રથમ કડાઈમાં તેલ નાખીને ધીમા તાપે ગરમ કરો. ધુમાડો નીકળે એટલે તેમાં બારીક પાઉડર નાખી કડાઈ નીચે ઉતારી ચમચેથી હલાવી તરત જ એક થાળીમાં ઝીણા કપડાથી ગાળી લેવું. ઠંડુ પડે એટલે તેમાં પાણી નાખીને મસળી લેવો.
આ રીતે વારંવાર મસળીને તેમાંથી પાણી નીતારી લેવું. તેમાં પાણી નાખીને 10 થી 20 વખત મસળતા રહેવું એટલે લોચા જેવો સફેદ મલમ બની જશે. આ મલમ ને કાચના વાસણમાં ભરીને ઉપર પાણી રેડવું. એટલે ખ્યાલ રાખવો જોઈએ કે પાણી રોજ બદલતા રહેવું. પાણીમાં મલમ રહેશે ત્યાં સુધી સારો રહેશે. મલમને દાઝેલા ભાગ ઉપર લગાડશો કે તરત ઠંડક થશે અને બળતરા શાંત થઈ જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.