જાણો એવી પાંચ આદતો છે જે તમને અમીર બનવાથી રોકી રહી છે

બીજા પર આરોપ મૂકવો જેટલો સહેલો છે તેટલો જ પોતાની ભૂલ સ્વીકારવી અઘરી છે. બિઝનેસમાં કોઈ ડીલ ન થઈ શકે તો આપણે તો વિશ્વાસઘાતનો આરોપ લગાવી દઈએ છીએ, શેર માર્કેટમાં પૈસા ડૂબી જાય તો ભાગ્યને. પરંતુ શું ખરેખર સચ્ચાઈ પણ આ જ હોય છે??

વિશેષજ્ઞોનું માનીએ તો દરેક વખતે ભાગ્યને દોષ દેવો અથવા બીજા પર આરોપ લગાવવાથી સારું હશે કે આપણે આપણી એ આદતોને બદલવા ઉપર ધ્યાન આપીએ જેના લીધે નુકશાન થઈ રહ્યું છે. શું તમે જાણો છો આપણી જ કેટલીક એવી આદતો આપણને એ શિખર સુધી પહોંચવાથી રોકી દે છે જ્યાં આપણે પહોંચવા માંગીએ છીએ

1. સુનિયોજિત રીતથી કામ કરો

સૌથી પહેલા આપણા નિષ્ક્રિય એકાઉન્ટ બંધ કરી. મ્યુચલ ફંડ એક સારો ઓપ્શન છે એટલા માટે પૈસાની બચત કરી સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન માં ઇન્વેસ્ટ કરીએ. આ નિર્ણયો લેવામાં લોકોને ખૂબ લાંબો સમય લાગે છે.આવવામાં ઘણો બધો સમય પસાર થઈ જાય છે પછી તેઓ વર્ષો બાદ વિચારે છે કે જો આપણે એ સમયે રોકાણ શરૂ કરી દીધું હોત તો આજે વધારે ફાયદો મળી રહ્યો હોત.

2. ચીજોને નજરઅંદાજ કરવી

શું તમે જાણો છો કેટલાક મામલામાં આપણા કે બીજાની સલાહ બોનસ નું કામ કરે છે.એટલે કે જે વસ્તુમાં આપણે નજર અંદાજ કરી દઈએ છીએ બીજા વ્યક્તિ તે કામ કરીને ફાયદો ઉઠાવી લે છે. એટલા માટે કામ લાંબુ કે કઠિન ભલે હોય પરંતુ તેને કરવાની કોશીશ જરૂર કરો.

3. હંમેશા ડરીને રહેવું

ઘણી વખત લોકો બિલકુલ પણ જોખમ લેવા નથી માગતા હોતા અને પોતાના બચત કરેલા પૈસા અને ફિક્સ્ડ ડિપોઝિટમાં લગાવી દે છે. એનું પરિણામ એ હોય છે કે પોતાના રિટાયરમેન્ટ પ્લાન ને પણ મજબૂતાઈ નથી આપી શકતા. જો કે શેર માર્કેટમાં રોકાણ કરવું ખોટો નિર્ણય નથી. પરંતુ કેટલાક એવા રિસ્ક હોય છે જે તમે ઓછી ઉંમરમાં લઈ શકો છો.45 વર્ષની ઉંમરમાં ભલે તમારે રિસ્ક લેતા પહેલાં બે વખત વિચારવું પડે પરંતુ 22 વર્ષની ઉંમરમાં તમે આ નિર્ણય લઈને એકવાર પરિણામ જોઈ શકો છો.

4. પોતાની ક્ષમતા અનુસાર ખર્ચ કરો

ઘણી વખત આપણે જોઈએ છીએ કે બાળકો માટે એજ્યુકેશન ફંડથી વધારે વેલ્યુ લૉગ ટેબલેટ ફોન ખરીદી આપીએ છીએ. આપણી આવક અને બચતનો નિર્ણય આપણા ઓફિસના સાથી સંબંધીઓ અને પડોશીઓના ફેસબુક પોસ્ટ ઉપર નિર્ભર કરે છે. કોણે શું ખરીદ્યું, શું વેચ્યું, ક્યાં ક્યાં ફરવા ગયા વગેરે વગેરે. ઓછા શબ્દોમાં કહીએ તો પોતાની ચાદર જોઈને જ પગ લાંબા કરવા જોઈએ.

5. હંમેશા ફ્રી વસ્તુઓને મેળવવા ની ચાહત રાખવી

ફ્રી નો સામાન કોને પસંદ નથી આવતો.પરંતુ જ્યારે નાણાકીય ફાયદાની વાત હોય તો આ રીતની વિચારધારા રાખવી ખોટી વાત છે. ક્રેડિટ કાર્ડ કે ઇન્વેસ્ટમેન્ટ પ્લાન સાથે વીમા મળનારી ઇન્સ્યોરન્સ પોલિસી હંમેશા કામમાં નહીં આવે.એક શેર બજારના દલીલને તમે એવા શેર ખરીદવાનો સુજાવ આપતા જોયો છે જે તમને પહેલા ઓછી કિંમત પર ખરીદ્યા હોય. પરંતુ કોઇ પ્રકારના સારા દલાલ કે એક્સપર્ટની સલાહ લઈને જ રોકાણ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *