સુરત(ગુજરાત): હાલમાં સુરત(surat)માંથી એક રુવાડા બેઠા કરી દેતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિ સગર્ભા પત્ની(Pregnant wife)ને અને બે સંતાનો(Two children)ને નોધારા છોડીને ફરાર થઇ ગયો હતો. બાદમાં પત્નીએ પણ નવજાત બાળકને જન્મ આપીને દુનિયા છોડી દેતા નવજાત સહિતના ત્રણેય બાળકો પરથી મા-બાપની છત્રછાયા છીનવાઈ ગઈ હતી. જાણવા મળ્યું છે કે, નવજાતની દેખરેખ માટે સ્મીમેર હોસ્પિટલ(smimer Hospital)ની સિસ્ટર જ હાલ જશોદા બનીને પાલનપોષણ કરી રહી છે. જોકે, નવજાતને જન્મ આપીને અલવીદા કરનાર માતાના પોસ્ટમોર્ટમ(Postmortem)ની કાર્યવાહી દરમિયાન પોલીસના હ્રદય પણ દ્રવી ઉઠ્યાં હતાં.
મળતી માહિતી મુજબ, વાત કરીએ તો લસકાણા ડાયમંડનગરમાં રહેતા પતિ કનૈયાલાલ ચાર મહિના પહેલા આખા પરિવારને તરછોડી ક્યાંય ચાલ્યો હતો. આ દરમિયાન પત્ની રંજનદેવી કનૈયાલાલ સિંહ ગર્ભવતી હતી. બે બાળકોને અને ગર્ભમાં ઉછરતા બાળકને તેઓ ઉછેરી રહ્યાં હતાં. ત્યારે શનિવારે બપોરે સગર્ભાવસ્થાના આઠમા મહિને રંજનદેવીને પ્રસૂતિની પીડા બાદ સ્મીમેર હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં રંજનદેવીનું મોત થઇ ગયું હતું. જેથી બન્ને બાળક 12 વર્ષીય પુત્રી તથા 10 વર્ષીય પુત્રની અનાથ આશ્રમમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આ મામલે તપાસ કરવામાં આવતા સરથાણા પોલીસ મથકના પીએસઆઈ એચ એલ. જેબલીયાએ જણાવ્યું હતું કે, નવજાત બાળકી સહિતના ત્રણેય બાળકોનું હાલ સુરતમાં કોઈ સ્વજન નથી. જેથી આ બાળકોને બિહારમાં રહેતા તેમના સ્વજનો સુધી પહોંચાડવા પોલીસ દ્વારા પ્રયાય કરવામાં આવ્યો હતો. મૃતક રંજનદેવીની બહેનનો પોલીસે સંપર્ક કર્યો હતો.
પોલીસ દ્વારા તેને સુરત આવવા અને સુરતથી પરત બિહાર જવાની ટિકિટના પૈસા તથા બાળકોને તથા રંજનદેવીના મૃતદેહને વતન લઈ જવા માટેની એમ્બ્યુલન્સના ભાડાના રૂપિયા આપવા સુધીની તૈયારી બતાવી હોવાનું સામે આવ્યું છે. પરંતુ, શરૂમાં સુરત આવવા માટે તૈયાર રંજનદેવીની બહેને બાદમા ઇન્કાર કર્યો હતો. જેને પગલે માસૂમોને એકબીજાથી વિખૂટા પડવાનો વારો આવ્યો છે.
મળતી માહિતી મુજબ, હાલ નવજાત બાળકીને સ્મીમેરમાં રાખવામાં આવી છે. તેને માતાના ધાવણની જરૂર હોવાથી સ્મીમેર સ્થિતિ મિલ્ક બેંકમાથી ધાવણની વ્યવસ્થા કરી અહીના ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ તેની સાર-સંભાળ રાખી રહ્યા છે. પાચથી સાત દિવસ સુધી પોલીસ રજનદેવીના સંબંધીઓની રાહ જોશે. જો તેઓ મૃતદેહનો કબજો સ્વીકારવા નહીં આવે તો જરૂરી કાર્યવાહી કરી પોલીસ દ્વારા અતિમવિધિ કરવામાં આવશે.
પરિચારીકા જીગીષા પટેલે આ અંગે જણાવ્યું કે, માતાનું અવસાન થયું છે અને બાળકને રાખવાવાળું કોઈ નથી. હાલ એનઆઈસીયુમાં અમે સંભાળ રાખી રહ્યાં છીએ. તેના પિતા ન હોવાથી આ બાળકના બંને ભાઈ બહેનને અનાથાશ્રમમાં મૂકવાની કામગીરી ચાલુ છે. હાલ બે બાળકોને દૂધ પીવડાવવાથી લઈને અમે તમામ પરિચારીકાઓ બાળકનું તમામ ધ્યાન રાખીએ છીએ. જ્યાં સુધી આ બાળકની કોઈ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી અમે જ તેનું ધ્યાન રાખીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.