હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે. કોરોના મહામારીથી બચવા માટે લોકો સોશિયલ ડિસ્ટેન્સિંગ, સેનેટાઈઝેશન, હાથ ધોવા, મોઢા પર ફરજીયાત માસ્ક પહેરવું વગેરે નિયમોનું પાલન કરી રહ્યા છે. જોકે હવે લોકોને સતત મો પર માસ્ક પહેરવું ગમતું નથી. એવામાં હાલમાં માર્કેટમાં નવી-નવી ડીઝાઇનના માસ્ક જોવા મળી રહ્યા છે. ત્યારે વધુ એક નવી ડીઝાઇનમાં માસ્ક માર્કેટમાં આવ્યું છે. આ દરમિયાન એક ખાસ પ્રકારના માસ્કની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. કારણ કે આ માસ્કમાં LED લાઇટ છે.
અમેરિકાના ગેમ ડિઝાઈનર અને પ્રોગ્રામર ટેલર ગ્લેયલે ખાસ પ્રકારનું માસ્ક તૈયાર કર્યું છે. તમે જયારે આ માસ્ક પહેરો ત્યારે વાત કરતા સમયે LED લાઈટ પ્રકાશિત થાય છે. આ લાઈટ જણાવે છે કે, વ્યક્તિ ક્યારે વાતચિત કરી રહ્યો છે અને ક્યારે ચુપ છે. તમે જ્યારે હસતા હશો ત્યારે માસ્કમાં સ્માઈલીનો સિમ્બોલ બને છે. ટેલર ગ્લેયલે જણાવ્યા મુજબ, કાપડના આ માસ્કમાં 16 LED લાઈટ લગાવવામાં આવી છે. એક માસ્કની કિંમત આશરે 3800 રૂપિયા છે.
અમેરિકન પ્રોગ્રામ ટેલરના જણાવ્યા પ્રમાણે, માસ્કમાં વોઈસ પેનલ પણ છે, જેને LED સાથે જોડવામાં આવી છે. જ્યારે કોઈ વ્યક્તિ બોલે છે ત્યારે લાઈટ થાય છે. ટેલરના જણાવ્યા પ્રમાણે, માસ્કને બનાવવાનો વિચાર અચાનક મગજમાં આવ્યો હતો. હું ઓનલાઈન આવા માસ્ક શોધતો હતો, જ્યારે મળ્યુ નહીં ત્યારે મેં જાતે તૈયાર કર્યું. માસ્કને તૈયાર કરવામાં એક મહિનાનો સમય લાગ્યો હતો. તે કપડાથી બનેલું છે, તેથી જ્યારે તેને ધોવાનું હોય ત્યારે LED લાઈટની પેનલને કાઢીને બહાર કરી શકાય છે. તેમાં 9 વોલ્ટની બેટરી લગાવવામાં આવી છે જે LED પેનલને સપોર્ટ કરે છે. અત્યારે મેં આ માસ્ક મારા માટે બનાવ્યું છે અને તેને વેચવાની કોઈ યોજના નથી.
— Tyler Glaiel (@TylerGlaiel) May 25, 2020
ટેલરના જણાવ્યા પ્રમાણે, આ માસ્કનો ઉપયોગ ત્યાં કરી શકાતો નથી જ્યાં લોકો લાંબા સમય સુધી પહેરી રાખે છે કેમ કે તેમાં LED લાઈટ લગાવવામાં આવી છે આ માસ્ક થોડા સમય પછી ગર્મ થઈ જાય છે તેથી આ બાળકો માટે સુરક્ષિત નથી. ઉપરાંત, આ માસ્કને લઈ કેટલાક સવાલ પણ ઉભા થયા છે. કે માસ્કના કારણે સામે વાળા વ્યક્તિની આંખો પર ખરાબ અસર થયા છે. આંખોમાં ઇન્ફેક્શન અને અન્ય સમસ્યાઓની ફરિયાદ પણ સામે આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news