આપ સૌ લોકોએ સોના-ચાંદીના ભાવમાં વધારો-ઘટાડો થતા જોયો હશે, સ્ટોક માર્કેટમાં શેરના ભાવ વધતા-ઘટતા જોયા હશે, તો ડોલરના ભાવ પણ વધતા-ઘટતા જોયા હશે, પરંતુ આજકાલ તમને જાણીને નવાઈ લાગશે, અચરજ પામશો કે આજ કાલ લીંબુના ભાવ માં દિવસેને દિવસે વધતો જાય છે. આજકાલ ભારતમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે જો તમને એમ કહીએ કે હવે કાજુ બદામના ભાવે ભારતમાં લીંબુ મળવા લાગ્યા છે તો પણ કંઈ ખોટું નથી.
તમને જણાવી દઈએ કે આજકાલ સમગ્ર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં લીંબુના ભાવનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ઇતિહાસમાં ક્યારેય ન થયા હોય એવા મોંઘા ભાવના લીંબુ હાલ આ સિઝનમાં થયા છે સ્વાદિષ્ટ રસોઈ બનાવવા માટે ખૂબ જ જરૂરી એવા લીંબુ હવે ભાવને કારણે લીંબુ સ્વાદહીન બન્યા છે. ગુજરાતમાં આ સમયે લીંબુએ ગૃહિણીઓના બજેટ બગાડી નાખ્યા છે. તમે માનશો નહીં રૂપિયા ૩૦૦ થી માંડીને રૂ ૪૦૦ સુધીના આસમાની ભાવે લીંબુ વેચાઇ રહ્યા છે. ત્યારે સામાન્ય માણસને પણ પ્રશ્ન થાય કે લીંબુ આટલા મોંઘા શા કારણે બન્યા હશે? શું આટલા મોંઘા ભાવે વેચાતા લીંબુના ખરેખર એટલા જ ઊંચા ભાવ ખેડૂતોને પણ મળે છે ખરા? તે પણ એક વિચારવા લાયક મુદ્દો છે.
તમને જણાવી દઈએ કે વ્યાપારીઓએ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં લીંબુના ભાવ વધવા પાછળ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધે છે તો ખેડૂતથી માંડી લારી ધારક સુધીના લોકોએ આકરા તાપને કારણે લીંબુનો પાક ઓછો થયો હોવાના બહાના કાઢ્યા છે.
હકીકત તો એ છે કે જે ખેડૂત આખું વર્ષ લીંબડીનું જતન કરીને પાક મેળવ્યો હોય, અને તે ખેડૂત ૮૦ કિલોમીટર સુધી ટ્રાન્સપોર્ટેશન ખર્ચ કરીને યાર્ડમાં લાવી વેચાણ કરે છે, ત્યારે તેને એક કિલો લીંબુના રૂપિયા ૧૮૦ મળે છે. જ્યારે એજ લીંબુ યાર્ડથી માત્ર 10 કિલોમીટર દૂર રહીને વેચાય છે ત્યારે તેનો ભાવ ૧ કિલોના રૂપિયા 320 થઈ જાય છે. છેને ચોંકી જવાય તેવી વાત? ચાલો આ મુદ્દે જાણીએ કે લીંબુ ખેડૂતો થી આપણા ઘર સુધી કઈ રીતે પોહ્ચે અને અને કઈ રીતે ભાવ વધે છે.
માર્કેટીંગ યાર્ડના વ્યાપારીઓ દ્વારા માત્ર પાંચ કલાકની અંદર જ લીંબુ પર 78 ટકાનો નફો લઈ લેવામાં આવે છે શાકભાજીમાં દલાલ અને હોલસેલરે કેટલો નફો રાખવો એના પર કોઈનો કંટ્રોલ ન હોવાના કારણે ગ્રાહકો રોજે લૂંટાઈ છે. આવી રીતેજ એક ખેડૂત માર્કેટિંગ યાર્ડમાં લીંબુ વેચવા માટે આવે છે. જેઓ ૮૦ કિલોમીટર દુરથી ભાડાનું વાહન કરીને લીંબુનો જથ્થો લઈને આવે છે અને જ્યારે તેમના લીંબુની હરાજી થાય છે, ત્યારે ખેડૂતને એક કિલોના માત્ર 180 રૂપીયા મળવાપાત્ર થાય છે.
ત્યારબાદ યાર્ડમાં શાકભાજીની દલાલીનું કામ કરતા એક વ્યક્તિના જણાવ્યા અનુસાર 180 રૂપિયા એક કિલો લેખે ખેડૂતને ચૂકવી દીધા બાદ માર્કેટ યાર્ડથી માત્ર સો ડગલા દૂર લીંબુનો વ્હોલ્સેલ વ્યાપારીએ આજ લીંબુ 200 રૂપિયા લેખે કિલો ખરીદે છે. આમ દલાલ પોતાનો 20 રૂપિયા નફો રાખીને લીંબુનું વેચાણ કરે છે. જ્યારે વ્હોલ્સેલ વ્યાપારી લીંબુનો જથ્થો લઈને માર્કેટિંગ યાર્ડમાં બેઠેલા હોય છે. ત્યાં એક લારી પર શાકભાજી વેચતા નાના વ્યાપારીઓ આવે છે, અને ૨૫૦ રૂપિયા એક કિલો લેખે ચૂકવીને લીંબુની ખરીદી કરે છે.
ત્યારબાદ આજ લારી વાળા ગૃહિણીઓ અને સામાન્ય લોકોને ૩૨૦ રૂપિયે કિલો લેખે લીંબુ વેચે છે તમને જણાવી દઈએ કે લીંબુ માત્ર રસોઈમાં જ ઉપયોગી નથી ઉના જેવી સિઝનમાં ઘણા બધા ઉપાયો અને ઉપયોગો કરવામાં આવે છે. તેમજ ગુણવત્તાની દ્રષ્ટિએ પણ લીંબુ ખૂબજ ઉપયોગી છે. તમને જણાવી દઈએ કે લીંબુમાંથી ઉનાળામાં ખૂબજ સારો એવો સ્ટેમિના મળે છે.
View this post on Instagram
બીબીસી ઇન્ટરનેશનલ ચેનલ દ્વારા થયેલા એક સર્વેમાં ખુબજ ચોંકાવનારા ખુલાસાઓ કરવામાં આવ્યા છે જેને જાણીને ભારતનો દરેક નાગરિક દંગ રહી જશે તમને જણાવી દઈએ કે બીબીસી દ્વારા પેટ્રોલના ભાવને લઈને એક સર્વે કરવામાં આવ્યા હતો કે ભારતના આજુબાજુના દેશોમાં હાલ પેટ્રોલના ભાવ શું છે? બીબીસી દ્વારા એવા દેશોમાં સર્વે કરવામાં આવ્યો હતો કે જે દેશોમાં પેટ્રોલ ભારત દ્વારા નિકાસ કરવામાં આવે છે. ભારતમાંથી પેટ્રોલની નિકાસ થતી હિવા છતાં અનેક દેશોમાં તેનો ભાવ ભારત કરતા ઓછો જોવા મળ્યો હતો.
લોકો પાસેથી વધતા જઈ રહેલા લીંબુના ભાવ બાબતે પૂછતાં કઈક આવા જવાબો મળ્યા હતા
આ ભાવમાં લીંબુ ખરીદવા જોઈએ તો બધા જ બજેટ અસ્ત વ્યસ્ત થઈ જાય છે દાળ શાકમાં થોડો લીંબુનો વપરાશ ઓછો કરી નાખ્યો છે પરંતુ લીંબુ શરબત ના બદલે હવે વરીયાળી શરબત નો ઉપયોગ શરૂ કરી દીધો છે -એક ગૃહિણી
ઉનાળાની સિઝનમાં જ્યારે કેરી આવે ત્યારે એનો પાઉડર બનાવી લઉં છું અને ભાવ વધે ત્યારે એનો વપરાશ કરું છું આ સિવાય આમલીનો ઉપયોગ પણ કરું છું લીંબુ જરૂરિયાત હોવા છતાં મોંઘા ભાવના લીંબુ ખરીદવા તમને પોસાય એમ નથી- એક ગૃહિણી
હું સોડા અને લીંબુ સરબતની લારી ચલવું છું અને લોકોને આવા આકરા તાપમાં પણ નફાની આશા વગર સસ્તું અને સારું લીંબુ સરબત પીવડાવું છું. હવે આવી રીતે લીંબુના ભાવ વધતા મારો ધંધો રોજગાર પણ બંધ થઇ જવાની અને ખોટ જવાની પરેશાની હેરાન કરવા લાગી છે – લારી પર વ્યવસાય કરનાર વ્યાપારી.