એક હૃદયદ્રાવક ઘટના યુપીના બહરાઈચમાં બની છે. એક દીપડો 6 વર્ષની બાળકીને તેના પિતાના ખોળામાંથી ઉઠાવી ગયો હતો. 12 કલાક બાદ માસૂમનું માથું ઘરથી 300 મીટર દૂર જ મળી આવ્યું હતું. આ ઘટના મોતીપુર રેન્જના જંગલથી લગભગ 10 કિમી દૂર મિહીંપુરવા તહસીલના ચંદનપુર ગામની છે. માજરા કલંદરપુરમાં રવિવારે રાત્રે લગભગ 9 વાગે રહેતા દેવતાદિન યાદવ પુત્રી રાધિકાની સાથે ઘરની બહાર વરંડામાં બેઠા હતા. તે સમયે જ લાઈટ જતી રહી હતી.
અંધારું થય ગયું ત્યારે દેવતાદિને દીકરીને પોતાના ખોળામાં લઈ લીધી હતી. આ દરમિયાન એક દીપડો ત્યાં ચઢી આવ્યો હતો અને રાધિકાને પિતાના ખોળામાંથી ઉઠાવી લઇ ગયો હતો. તેઓ બૂમો પાડતાં પાડતાં બહારની તરફ દોડ્યો, પણ અંધારામાં તેને દીપડાને જોયો ન હતો.
દેવતાદિનનો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. દીપડા વિશે જાણ થતાં જ બધાએ બાળકીની શોધવા માટે નીકળી ગયા હતા. જ્યારે રાધિકાનો પતો ન લાગ્યો ત્યારે વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમ સાથે પોલીસ પણ ગામમાં આવી હતી. આખી રાત બાળકીની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ તે મળી શકી ન હતી. માનવભક્ષી દીપડાના હુમલાથી ગ્રામજનોમાં ડરનો માહોલ છવાય ગયો છે.
બાળકીનું માથું સોમવારે 12 કલાક પછી ઘરથી લગભગ 300 મીટર દૂર ખેતરમાં મળી આવ્યું હતું. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને પોલીસે ધડને આજુબાજુ શોધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એનો પતો લાગ્યો ન હતો. ડીએફઓ આકાશદીપે જણાવ્યું હતું કે, બાળકીના પરિવારના સભ્યોને વળતર આપવામાં આવશે. તેવામાં ગ્રામજનોનો આરોપ છે કે, જંગલમાંથી વસતિવાળા વિસ્તારમાં દીપડા ચઢી આવે છે, પરંતુ વન વિભાગની ટીમ એને રોકવા માટે કોઈ પણ જાતના પ્રયાસ કરતી નથી.
એક દિવસ પહેલાં પણ કતર્નિયાઘાટ વાઇલ્ડલાઇફ ડિવિઝનના ખાલે બઢિયા ગામમાં એક દીપડો 7 વર્ષના બાળકને ઉઠાવીને લઇ ગયો હતો. ઘટનાના કેટલાક કલાકો પછી તેના મૃત્યુની પુષ્ટિ થઈ હતી. આ બનાવના પણ વિભાગની બેદરકારી જોવા મળી હતી. કતર્નિયાઘાટ જંગલને અડીને આવેલા ખાલે બઢિયાગામ, રામપુર ધોબીયાહર, ગુલરા, મોતીપુર, નૈનીહા અને પારવાની ગૌડી સહિત 10 ગામમાં દીપડાનો આતંક છે. દીપડો અહીં અવારનવાર જોવા મળે છે. ઘણી વખત તેણે લોકો પર પણ હુમલા કર્યા છે. અત્યારસુધી દીપડાએ ઘણા લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.