શું તમે જાણો છો સોમનાથ મહાદેવનું નામ કેવી રીતે પડ્યું અને તોડવામાં આવ્યું હતું અનેક વાર…

ગુજરાત રાજ્યમાં પ્રભાસ પાટણનાં સાગરકાંઠામાં આવેલું સોમનાથ મંદિર ફક્ત દેશ જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવી ચૂક્યું છે. આ મંદિર ગુજરાતને પર્યટનના નકશામાં અવ્વલ બનાવવા માટે પણ જાણીતું છે. રાજ્યની અર્થ વ્યવસ્થાને પણ મજબૂતી આપવામાં સોમનાથ મંદિરનો મહત્વનો ફાળો છે. દેશમાં ભગવાન શિવજીનાં 12 પવિત્ર જ્યોતિર્લિંગ આવેલા છે. તેમાંનું પ્રથમ અને સૌથી મહત્વ પુર્ણ જ્યોતિર્લિંગ અહીં આવેલ છે. સોમનાથનો ઉલ્લેખ અતિપ્રાચીન ઋગ્વેદમાં પણ થયો છે.

દંતકથા અનુસાર, સૌરાષ્ટ્રમાં રાજ કરતો ચંદ્ર નામનો રાજા ખુબ જ પ્રભાવશાળી હતો. તેમનાં લગ્ન દક્ષ પ્રજાપતિની 27 પુત્રીઓ સાથે થયા હતા. દક્ષ પ્રજાપતિની બે શરત હતી કે તેમની બધી જ દિકરીઓ એક સાથે એક જગ્યાઓ સાસરે જશે અને બધીને સરખો પ્રેમ કરવો. ચંદ્ર રાજાએ દક્ષની વાત સ્વીકારીને લગ્ન કર્યો. સંસાર ઘણો સુદર ચાલતો હતો. પરંતુ માનવ સહજ સ્વભાવ પ્રમાણે ચંદ્રની કેટલીંક પત્નિઓને ચંદ્ર પોતા કરતા બીજી રાણીઓને વધારે પ્રેમ કરતો હોવાનું લાગતા પિતા દક્ષને ફરીયાદ કરી. દક્ષે ચંદ્રને ક્ષય થવાનો શાપ આપ્યો. ચંદ્રએ આ રોગથી બચવા ભગવાન શિવજીની કઠોર આરાધના કરીને અને શિવજીની મહામૃત્યુંજય મંત્રથી પૂજા કરી ભગવાન શંકર પ્રકટ થયા. તે બાદ શિવજીની કૃપાથી 15 દિવસ અજવાળુ અને 15 દિવસ અંધરાનો ચંદ્ર થાય છે. ચંદ્રનો પ્રર્યાય શબ્દ સોમ. જેના પરથી સોમનાથ નામ પડ્યુ.

પ્રાચીન ઇતિહાસની વાત કરીએ તો ચંદ્ર દેવનું કષ્ટ દૂર થતા જ તેમણે ભગવાન શિવની અહીં સ્થાપના કરાવી અને ત્યારથી અહીં બિરાજમાન ભગવાન શિવનું સોમનાથ પડ્યું. એક બીજી માન્યતા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ ભાલૂકા તીર્થ પર વિશ્રામ કરતા હતા ત્યારે એક શિકારીએ તેમના પગના તળિયામાં પદચિન્હને હરણની આંખ સમજીને ભૂલથી તીર માર્યુ હતું અને અહીં જ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો દેહ ત્યાગ કર્યો અને અહીંથી વૈકુંઠ માટે પ્રસ્થાન કર્યુ.

પ્રાચીન ધર્મ ગ્રંથો અનુસાર, આ મંદિરનુ નિર્માણ ચંદ્ર દેવ કર્યુ હતું. પરંતુ કેટલાક લોકો તે વાતનો વિચ્છેદ કરે છે. તેથી આ મંદિરનું મૂળ નિર્માણ અને તિથી અજ્ઞાત છે. આ મંદિરની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી છે. મંદિરની દક્ષિણ બાજુએ સમુદ્રકિનારે એક સ્તંભ છે. તેના પર એક તીર રાખવામાં આવ્યું છે. જેનો સંકેત છે કે સોમનાથ મંદિર અને દક્ષિણ ધ્રુવ વચ્ચે પૃથ્વીનો કોઇ ભાગ નથી.આ તીર્થ પિતૃઓના શ્રાદ્ધ, નારાયણ બલી અને બીજા કર્મકાંડો માટે પણ પ્રખ્યાત છે. ચૈત્ર, ભાદરવા અને કાર્તિક માસમાં અહીંયા શ્રાદ્ધ કરવાનું વિશેષ મહત્વ છે. અહીંયા ત્રણ નદીઓ હિરણ, કપીલા અને સરસ્વતીનો મહાસંગમ થાય છે. જેમાં સ્નાન કરવાનું પણ વિશેષ મહત્વ છે. આ પવિત્ર મંદિર સુધી જવા માટે અનેક વિકલ્પો મળી રહે છે.

સોમનાથ મંદિર અમદાવાદથી 415 કિ.મી. ગાંધીનગરથી 445 કિ.મી. અને જૂનાગઢથી અંદાજે 85 કિ.મી. દૂર છે. આ દરેક જગ્યાએથી સીધા જ સોમનાથ મંદિર જવા માટેની સુવિધા ઉપલબ્ધ છે. તો અહી દર વર્ષે સામાન્ય માનવીથી લઇને સેલિબ્રિટી સુધીના લોકો અહીંયા દર્શનાર્થે આવે છે. એટલુજ નહી અહી રાજકીય નેતાઓ પણ દર્શન કરવા માચે અચુક આવે છે.આજે અનેક શિવભક્તો અહિં આવે છે અને પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરીને પરમ શાંતિ અનુભૂતી કરે છે. તેની આરતીમાં લીન થઈ જય સોમનાથના નાદ સાથે શિવભક્તિમાં લીન થઈ જાય છે. અમેરિકન તપાસ એજન્સી એફબીઆઇના કહેવા પ્રમાણે સંદિગ્ધ આતંકવાદી ડેવિડ હેડલી અને તહવ્વુ રાણાની મદદથી લશ્કરે તોઇબાએ આ મંદિર પર હુમલો કરવાની યોજના પણ બનાવી હતી.

સોમનાથનું પહેલું મંદિર 2000 વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. 649ની સાલમાં વલ્લભીના રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું. 725ની સાલમાં સિંધના આરબ શાસક જૂનાયદે તેની સેના લઈ મંદિર પર હુમલો કરી મંદિરનો નાશ કર્યો હતો. પ્રતિહાર રાજા નાગભટ્ટ બીજાએ 815માં ત્રીજી વખત લાલ પથ્થર વાપરી મંદિરનું નિર્માણ કર્યું.

1026ની સાલમાં મહંમદ ગઝનીએ સોમનાથના મંદિરના કિંમતી ઝવેરાત અને મિલકતની લૂંટ કરી હતી. લૂંટ કર્યા પછી મંદિરના યાત્રાળુઓની કતલ કરી અને મંદિરને સળગાવી તેનો વિનાશ કર્યો. તેનો બદલો લેતા અણહીલપ્ર પાટણનાં રાજા ભિમદેવ સોલકીએ સેનાં સાથે મહંમદ ગઝની કચ્છનાં રણમાં દફન કરી દિધો હતો. અને સન 1026 સોમનાથનાં મંદિરનું નવ નિર્માણ કરવાનું શરૂ કર્યું. જે સન 1042 માં પુર્ણ થયુ. ત્યારબાદ ગુજરાતનાં નાથ એવા સિધ્ધરાજ જયસિંહનાં સમયમાં મંદિઅરની સમુધ્ધી સોળે કળાએ ખીલી ઉઠી. 1279ની સાલમાં જ્યારે દિલ્લી સલ્તન અલ્લાઉદ્દીન ખિલજીનાં સેનાપતિ મલેક કાફોરે ગુજરાતનો કબજો કર્યો ત્યારે ફરીથી એકવાર સોમનાથનો વિનાશ કરવામાં આવ્યો. 1394માં તેનો ફરીથી વિનાશ થયો. 1706ની સાલમાં મોગલ સાશક ઔરંગઝેબે ફરીથી આ મંદિર તોડી પાડ્યું.

સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે મંદિર તથા પૃથ્વીના દ‍ક્ષિણ ધ્રૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલો છે અને કોઈ જમીન નથી. અહીં જ બાજુમાં ભલકાતીર્થ આવેલું છે, જ્યાંથી ભગવાન શ્રીકૃષ્ણ તેના નિજધામ ગયા હતા. અહીં તેમને પારધી દ્વારા તેના પગમાં રહેલા પદ્મને વીંધીને તેમને ઘાયલ કર્યા હતા. આ જ જગ્યાથી ભગવાન શ્રીકૃષ્ણના મોટા ભાઇ શ્રી બલરામ પણ અહીંથી પાતાળ લોક ગયા હતા. માટે આ ક્ષેત્રમાં હરિહરનું મિલન અદભૂત થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *