સુરતીઓ ખુશીના માર્યા જુમી ઉઠશે! કારણ કે, અમદાવાદની જેમ સુરતમાં પણ બનશે રિવરફ્રન્ટ- જાણો વિગતે

સુરત(Surat): શહેરીજનો માટે ખુશીના સમાચાર કહી શકાય કારણ કે, સુરતમાં તાપી રિવરફ્રંટ પ્રોજેક્ટ(Tapi Riverfront Project) માટે લોન આપવા માટે વર્લ્ડબેંક(World Bank) તૈયાર થઈ ગઈ છે. જોકે લોન આપવા માટે વર્લ્ડબેંક દ્વારા કેટલીક શરતો મુકવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બે મહિના અગાઉ વર્લ્ડ બેંકના કર્મચારીઓ દ્વારા તાપી નદી કિનારે જ્યાં તાપી રિવરફ્રન્ટ બનાવવામાં આવનાર છે તે સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વર્લ્ડ બેંકના કર્મચારીઓ દ્વારા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હેઠળ તાપી તટ ઉપર ફરી નાનામાં નાની બાબતોને લઈને અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. જે પછી હવે 11 પ્રકારના સ્ટડી રિપોર્ટ અને તારણો રજૂ કરવાની કેટલીક શરતે વર્લ્ડબેંકે લોન આપવાની તૈયારી દર્શાવી છે.

સુરતમાં તાપી રિવરફ્રંટ પ્રોજેક્ટને લઈને મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. વર્લ્ડબેંકે તાપી રિવરફ્રંટ પ્રોજેક્ટ માટે લોન આપવાની તૈયારી દર્શાવી છે. જોકે તે માટે વર્લ્ડબેંક દ્વારા કેટલીક શરતો પણ મુકવામાં આવી છે. રિવરફ્રંટ ડેવલપમેન્ટના પ્રથમ તબક્કામાં 2 હજાર કરોડનો ખર્ચ થશે. જોકે 2 હજાર કરોડમાંથી 1 હજાર 400 કરોડ વર્લ્ડબેંક દ્વારા આપવામાં આવશે.

જાણો વર્લ્ડબેંકે શું મૂકી છે શરતો?
સુરતીઓ માટે ખુશીના સમાચાર તો એ છે કે, તાપી રિવરફ્રંટ પ્રોજેક્ટ માટે લોન આપવા માટે વર્લ્ડબેંક તૈયાર થઈ ગઈ છે. જેને માટે શરત મુકવામાં આવી છે કે, સુરત મહાનગરપાલિકાએ 11 પ્રકારના સ્ટડી રિપોર્ટ અને તારણો રજૂ કરવાના રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિવરફ્રંટ ડેવલપમેન્ટના પ્રથમ તબક્કામાં 2 હજાર કરોડનો ખર્ચ થશે. જેમાંથી 2 હજાર કરોડમાંથી 1 હજાર 400 કરોડ વર્લ્ડબેંક દ્વારા આપવામાં આવશે.

સુરત મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવશે:
સુરતમાં તાપી રિવરફ્રંટ પ્રોજેક્ટ માટે વર્લ્ડબેંકે લોન આપવાની તૈયારી દર્શાવતા હવે સુરત મહાનગરપાલિકા દ્વારા 2 હજાર કરોડમાંથી 30 % કામના ટેન્ડર બહાર પાડવામાં આવશે. જોકે ટેન્ડર બહાર પાડ્યા પછી જ વર્લ્ડબેંક દ્વારા લોન આપવામાં આવશે. આ સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાના કન્સલટન્ટની નિમણૂંક પણ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *