ગુજરાતના ગિરનાં જંગલનો રાજા કહેવાય તેવા સિંહોની કબ્રસ્તાન બની રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા અને વિધાનસભામાં આંકડાઓ જણાવવામાં આવ્યા છે. ગુજરાત ના વન મંત્રી ના કહેવા પ્રમાણે બે વર્ષમાં 222 સિંહ નું મૃત્યુ થયું છે. જે આંકડાઓ ખુબજ ચોંકાવનારા છે.
ગુજરાતમાં હાલમાં ચોમાસાનો સત્ર ચાલી રહ્યું છે. જેમાં વન મંત્રી ગણપત વસાવા નું કહેવું છે કે, પાછળના બે વર્ષ એટલે કે 2017-18 અને 2018-19 ગુજરાતમાં અત્યાર સુધીમાં 222 સિંહ ની કબ્રસ્તાન બની ચૂકી છે. જે ગુજરાત માટે ખૂબ જ દુઃખદ ઘટના છે.
સિંહ સાથે જોડાયેલા આંકડા ની જાણકારી કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા દ્વારા માંગવામાં આવી હતી. જ્યારે સરકાર દ્વારા માહિતી આપવાની ના પાડવામાં આવી ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સંસદ ભવનમાં જ હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય નો આરોપ છે કે, ગુજરાતને વનમંત્રી સિંહની સંભાળ સારી રીતે લઈ શકતા નથી.
અમેરિકા દ્વારા મંગાયા 300 સિંહ….
વનવિભાગના મંત્રી ગણપત વસાવા નું કહેવું છે કે, અમેરિકામાંથી 300 સિંહ ની માંગણી કરવામાં આવી હતી. જેની જાણકારી વનમંત્રીએ વિધાનસભામાં આપી છે. વનમંત્રી દ્વારા વિધાનસભામાં જણાવવામાં આવ્યું કે, વર્ષ 2018-19 મા કેનાઈન વાઇરસના કારણે 34 સિંહનું મૃત્યુ થયું છે.
વનમંત્રી ગણપત વસાવા દ્વારા વિધાનસભામાં આંકડાઓ બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં ગણતરી પ્રમાણે હાલમાં ગીરના વનમાં 109 સિંહ,201 સિંહણ તેમજ 200થી વધુ સિંહ ના બચ્ચાઓ જોવા મળ્યા છે. જણાવી દઈએ કે ગુજરાતમાં જૂનાગઢમાં આવેલા ગિરનાર નું વન સિંહો માટે પ્રખ્યાત છે. સમગ્ર દુનિયામાં એશિયન ગબ્બર સિંહ ના નામે પ્રસિદ્ધ છે. જૂનાગઢના દક્ષિણ વિસ્તારમાં 600 કિલોમીટર માં આ ઉદ્યાન ફેલાયેલું છે. આ ગિર ના વન ની સ્થાપના 1913માં કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.