પૂર્વ કલેકટરના ઘરમાંથી ઝડપાયો દારુ, મોટા ગજાના અધિકારીના ઘરેથી પણ…

Published on: 2:46 pm, Fri, 6 May 22

રાજસ્થાનના અલવર ખાતે એક લાંચકાંડમાં ફસાયેલા પૂર્વ કલેકટર અને IAS ઓફિસર તેમજ રાજસ્થાન રાજ્ય સરકારના રાજસ્થાન વહીવટી સેવા અધિકારી અશોક સાંખલા સામે એક્સાઈઝ ડ્યુટી અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે રાજસ્થાન એન્ટીકરપ્શન બ્યુરોની કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન તેમના ઘરેથી મોંઘીદાટ દારૂની બોટલોનો જરૂરિયાત કરતા વધારે જથ્થો મળી આવ્યો હતો.

રાજસ્થાન રાજ્ય સરકાર દ્વારા બંને અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને બંને અધિકારીઓને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દેતા અન્ય સરકારી કર્મચારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે. તેમજ હાલ તંત્ર પણ રાજસ્થાનમાં છુટા હાથથી કાર્યવાહી કરી રહ્યું હોય ભ્ર્સ્ત અધિકારીઓ અને કર્મચારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

લાંચ કેસમાં ઝડપાયા બાદ પોલીસે બંને અધિકારીઓના ઘરે સર્ચ કર્યું હતું. ઘર તપાસ ચાલી રહી હતી ત્યારે જ એસીબીને પૂર્વ કલેક્ટર પહાડિયાના ઘરેથી દારૂની 17 બોટલ અને આરએએસ અધિકારી અશોક સાંખલાના ઘરેથી 18 બોટલો મળી આવી હતી. જેમાં વિદેશી અને મોંઘી બ્રાન્ડની દારૂની બોટલો સામેલ હતી. જેમાં અધિકારીઓના ઘરેથી નિર્ધારિત જથ્થા કરતાં વધુ દારૂની બોટલો મળી આવી હતી.

રાજસ્થાન રાજ્ય સરકાર દ્વારા બંને અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. લાંચ કેસમાં ઝડપાયા બાદ એસીબીએ તેમને કોર્ટમાં રજુ કર્યા હતા જ્યાં કોર્ટે તેમણે જેલમાં મોકલી આપ્યા હતા ઉલેખ્ખનીય છે કે બંને અધિકારીઓ સાથે એક દલાલની પણ પોલીસે ધરપકડ કરી હતી. અધિકારી અશોક સાંખલા અલવરમાં સેટલમેન્ટ ઓફિસર કમ રેવન્યુ અપીલ ઓફિસરની પોસ્ટ પર હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.