અમદાવાદના સરખેજમાં દારૂ સંતાડવા માટે બુટલેગરોએ એવો કીમિયો અપનાવ્યો કે.., પોલીસ પણ માથું ખંજવાળતી રહી ગઈ

Liquor godown caught in Ahmedabad: રાજ્યમાં આજે વધુ એક વખત દારૂબંધીના ધજાગરા ઉડાવતો કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં અમદાવાદના સરખેજમાં દારૂનું ગોડાઉન ઝડપાતા પોલીસ દોડતી થઈ ગઈ છે. બીજી તરફ લોકોમાં પોલીસની કામગીરી સામે પણ લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં દારૂ(Liquor godown caught in Ahmedabad) છુપાવામાં આવ્યો હતો. જેમાં કલરના ડબ્બામાં દારૂ સંતાડ્યો હોવાનું સામે આવી રહ્યું છે.

13 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ
PCBએ મળેલી માહિતીના આધારે સરખેજ વિસ્તારમાં રેડ પાડવામાં આવી હતી. તે દરમિયાન દારૂના ગોડાઉનમાંથી 13 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીને પકડી પાડવામાં આચ્યા છે. હાલ પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી દારૂ ક્યાંથી આવ્યો અને કોને મંગાવ્યો? તે સહિતની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. વધુમાં આરોપીઓ વિરુદ્ધ સ્થાનિક પોલીસ મથકે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

દાહોદમાં LCBએ ફળફળાદી ભરેલી ગાડીમાંથી દારૂ ઝડપ્યો
બીજી બાજુ આજે દાહોદ LCBને પણ દારૂનો એક મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસ માહિતીના આધારે ફ્રૂટ ભરેલી ગાડીમાંથી દારૂની બોટલો પકડી પાડવામાં આવી હતી. આમ પોલીસ ફ્રૂટની આડમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી લીમડીથી લીમખેડા જવાના માર્ગેથી ગાડીમાંથી દારૂનો રૂ.3.51 લાખનાં જ્થ્થા સાથે વાહનચાલકની અટકાયત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *