પંડોખર અને પાખંડ: સુરતમાં ગર્ભવતી મહિલા પાસેથી 31 હજાર લઈને 48 કલાકથી લબડાવી રહ્યા છે પંડોખર મહારાજ

સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી પંડોખર સરકાર તરીકે જાણીતા થયેલા બાબાનું આગમન થયું છે. સુરતના યુવા સામાજિક કાર્યકર્તા ભાવેશ માંગુકિયા દ્વારા સુરતમાં બાબા પંડોખર લોક દરબારનું આયોજન કરાયું હતું, પરંતુ બાબા બાગેશ્વર જેવી ભીડ ન મળતા હવે આ લોક દરબાર ખાનગી બંગલે જ આયોજિત કરી રહ્યા છે. જાણકારોનું કહેવું છે કે બાબા બાગેશ્વર જેવી રીતે પરચા લખે છે, તેવી જ રીતે પંડોખર સરકાર (Pandokhar Sarkar Dham) પરચા લખે છે અને પંડોખર સરકાર બાબા બાગેશ્વર થી પણ જુના પરચા વાલા બાબા છે.

સુરતમાં ચાલી રહેલા પાખંડ પહેલા અમે પંડોખર સરકારની (Pandokhar Sarkar Dham lost election) એક જાણકારી અમે તમને આપવા માંગીએ છીએ. પાંડોખર સરકારે કોમન હેરિટેજ પાર્ટીની રચના કરી અને 2018ની છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશમાંથી લગભગ 50 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. તેઓ પોતે સેવાદા વિધાનસભામાંથી ચૂંટણી લડ્યા હતા અને તેમને માત્ર 256 મત મળ્યા હતા. તેઓ પોતાની સિક્યોરિટી ડિપોઝિટ (Pandokhar Sarkar exposed) પણ બચાવી શક્યા નથી.

સુરતના હિન્દી વાસી વસ્તી ધરાવતા વિસ્તારોમાં પંડોખર સરકારનો ખૂબ પ્રચાર કરવામાં આવ્યો હતો. તેમ છતાં બાબા બાગેશ્વર જેવી ભીડ એકઠી કરવામાં નિષ્ફળતા હાથ મળી હતી. ત્યારે સુરતમાં બાબા ની મુલાકાત કરવાના ચાર્જ પેટે 11,000 થી 51 હજાર રૂપિયા ની રકમ જે લોકો પાસેથી લેવામાં આવી છે, તે લોકોને ડુમસના એક ફાર્મ હાઉસમાં બાબા મળી રહ્યા છે. પરંતુ વીઆઈપીઓના જમાવડાને કારણે પોતાની તકલીફો પંડોખર બાબાને સંભળાવવા માટે પૈસા ચૂકવીને રાહ જોતા લોકોનો પરચો ખોલવાનો વારો આવી રહ્યો નથી.

ત્રિશુલ ન્યુઝ ના સ્ટિંગ ઓપરેશનમાં કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે. મોડી રાતે કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનમાં વીઆઈપીઓના જમાવડા વચ્ચે કેટલાક ગરીબ ભાવિકો પણ ભીડનો હિસ્સો હતા. જેમને બાઉન્સરો, મધ્ય પ્રદેશ પોલીસ, પોતાને પેરા કમાન્ડો ગણાવતા આર્મી ના કપડા પહેરેલા સિક્યુરિટી કર્મીઓ તેમજ ગોધરા પોલીસના કેટલાક કોન્સ્ટેબલ દ્વારા કંટ્રોલ કરવામાં આવી રહ્યા હતા. સ્લીપ બતાવનારને એક સફેદ કાગળમાં નંબર લખીને ટોકન આપવામાં આવી રહ્યા હતા. ત્યારે કેટલાક રોળ કકળ કરી રહેલા ઓ સાથેની વાતચીતમાં ચોકાવનારી વિગતો સામે આવી છે.

એક માતા પોતાની પ્રેગનેન્ટ દીકરીને લઈને છેલ્લા બે દિવસથી સવારથી સાંજ ટોકન લઈને બેસી રહ્યા હતા અને 31 હજાર રૂપિયા ભર્યા હતા તેમ છતાં પણ પંડોખર મહારાજના સિક્યુરિટી કર્મીઓ કે સેવકો અમને કોઈ ભાવ દેતું નહોતું કારણ કે તેમની કોઈ ઓળખાણ હતી નહીં. પોતાના ઘરની સમસ્યા નું સમાધાન મેળવવા આવેલા આ માતા અને દીકરીને સાંભળનાર કોઈ નહોતું.

એક યુવક નવસારી થી સવારે 11:00 વાગ્યાથી આવીને રાહ જોઈ રહ્યો હતો આ યુવાન 21 હજાર રૂપિયા ભર્યા હતા. આ યુવાનનો દાવો હતો કે સી આર પાટીલની ઓફિસથી ભલામણ હોવા છતાં આ યુવાનને બાબા પંડોખરનો પરચો પ્રાપ્ત થયો નથી. આ યુવાન પોતાની વિદેશ જવાની સમસ્યાને લઈને સમાધાન શોધવા બાબા પંડોખરને મળવા ઈચ્છતો હતો.

એક હિન્દી ભાષા મહિલા છેક મધ્યપ્રદેશથી અહીંયા મળવા આવી હતી આ મહિલાનું કહેવું હતું કે પોતે મધ્યપ્રદેશમાં રૂપિયા ભર્યા હતા પરંતુ ત્યાંના દરબારમાં તેનો પરચો મેળવવાનો વારો ન આવ્યો તેથી તેને ગુજરાત બોલાવવામાં આવી હતી પરંતુ છેલ્લા બે દિવસથી અહીંયા પણ બાબાને મળવા દેવામાં આવતી નથી.

પંડોખર મહારાજના સેવકો સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે મધ્યપ્રદેશમાં પંડોખર મહારાજના આશ્રમમાં સુરત કરતાં પણ વધુ ચાર્જ લેવામાં આવે છે અને આ ચાર્જ અહીંયા ના આયોજકો નથી લેતા પરંતુ પંડોખર સરકાર પોતે જ લે છે. બીજી તરફ પંડોખર સરકાર પોતે દાવો કરે છે કે તેઓ કોઈ પાસેથી પરચો ખોલી આપવાનો ચાર્જ લેતા નથી ત્યારે સાચું કોણ અને ખોટું કોણ તે તપાસનો વિષય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *