વડોદરા(ગુજરાત): તાજેતરમાં વડોદરામાંથી હાર્ટ એટેકનો એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં વલસાડના બિલ્ડરનું હાર્ટ એટેકથી સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરતાં કરતાં જ મોત નીપજ્યું હતું. જાણવા મળ્યું છે કે, બિલ્ડરે મંદિરમાં દર્શન કરીને જેવું શીશ ઝૂકાવ્યું કે તરત જ હુમલો આવ્યો અને તેઓ ભગવાનના ધામમાં જ ઢળી પડ્યા હતા. હાર્ટ એટેકનો આ લાઇવ વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે જેમાં બિલ્ડરનું કરૂણ મૃત્યુ કેદ થયું છે.
મળતી માહિતી મુજબ, વલસાડના બિલ્ડર જયંતી ખેલપ મંદિરમાં દર્શને આવ્યા હતા અને દર્શન કરતી વખતે જ ઢળી પડ્યા હતા. આ ઘટના એક અઠવાડિયા પહેલાંની હોવાનું સામે આવ્યું છે જેના સીસીટીવી આજે સામે આવ્યા છે. એક તરફ ભગવાન અને બીજી બાજુ મૃત્યુ આ બિલ્ડરે શ્રીજીચરણમાં જ શ્રીજીનું શરણ પામતા ભક્તોમાં ચકચાર મચી જવા પામ્યો હતો. બિલ્ડરના મોતના પગલે આસપાસ દર્શન કરી રહેલા ભક્તોમાં પણ ડરનો માહોલ છવાયો હતો.
જોકે, બિલ્ડરને પ્રાથમિક સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. જોકે, આ ઘટનાનો વીડિયો એક અઠવાડિયા બાદ સોશિયલ મીડિયામાં સામે આવતા હોબાળો મચી જવા પામ્યો છે. જોકે, વડોદરાના ક્યા મંદિરમાં તેમનું નિધન થયું તે અંગે હજુ સત્તાવાર પુષ્ટી થઈ નથી. જાણવા મળ્યું છે કે, હાર્ટ એટેક આવે ત્યારે દર્દીને હૉસ્પિટલે લઈ જતા પહેલાં મોટાભાગે તેને સીપીઆર આપનવામાં આવે છે. આ માટેની યોગ્ય મેથડનો તબીબી સલાબ મુજબ ઉપયોગ કરવો પડે.
મોટાભાગનના કેસમાં વ્યક્તિ સભાન હોય તો તેને તાત્કાલિક એસ્પિરિન આપવું પડે છે જેના કારણે જાડું લોહી પાતળું થઈ જાય અથવા તો છાતીને દબાવી અને 25-30 કૉમ્પ્રેશન બાદ તેને મોઢાથી ઑક્સિજન પણ આપી શકાય છે. જોકે, આ તમામ ઉપચાર માટે અનુભવ તેમજ તબીબી સલાહ આવશ્યક છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.