રેસ્ટોરન્ટમાં નૂડલ્સ ખાતા પહેલા બરાબર જોઈ લેજો! અહિયાં નૂડલ્સના કપમાંથી નીકળ્યો જીવતો દેડકો, વિડીયો જોઇને વધી જશે ધબકારા

Frog Found In Noodles: જ્યારે લોકો રેસ્ટોરન્ટમાં ખાવા માટે બહાર જાય છે, ત્યારે તેઓ ઓર્ડર કરેલી વાનગીઓનો સ્વાદ ચાખવા માંગે છે. જો તમે તમારી કોઈપણ મનપસંદ રેસ્ટોરન્ટમાં જમવા જાઓ અને ત્યાં કોઈ એવી ઘટના બને કે જેનાથી તમારા હોશ ઉડી જાય, તો કદાચ તમે ફરીથી ત્યાં જવાનું પસંદ નહીં કરો.

સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિએ રેસ્ટોરન્ટમાંથી નૂડલ્સ મંગાવી અને તેના નૂડલ્સ માંથી જીવતો દેડકો બહાર આવ્યો. જાપાનમાં એક માણસને તેણે ઓર્ડર કરેલા નૂડલ્સના કપમાં જીવતો દેડકો જોઈને તે ગભરાઈ ગયો હતો.

નૂડલ્સમાંથી નીકળ્યો જીવતો દેડકો
કાઉટો (@kaito09061) નામના વ્યક્તિએ ટ્વિટર પર એક વિડિયો શેર કર્યો છે જેમાં એક જીવતો દેડકો નૂડલ્સ (ઘઉંના લોટમાંથી બનાવેલ જાડા નૂડલ, જે જાપાનીઝ ભોજનમાં લોકપ્રિય છે)ના કપમાં તરતો જોવા મળે છે. વિડિયોમાં જોઈ શકાય છે કે, નૂડલ્સ તે વ્યક્તિ ખાઈ રહ્યો છે અને છેલ્લે તેને દેડકો જોવા મળે છે.

ત્યારબાદ તેણે ટ્વિટર પર જાપાનીઝમાં શેર કર્યું કે તે બિઝનેસ ટ્રિપ પર હતો અને તેણે ટેક-અવેનો ઓર્ડર આપ્યો હતો. તેણે જાપાની ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટમાંથી જમવાનું ઓર્ડર કર્યું હતું. તે મસાલેદાર સલાડ ઉડોન ખાઈ રહ્યો હતો, જ્યારે તેણે અચાનક એક નાનકડો દેડકો જોયો, જેના પછી તે આશ્ચર્યચકિત થઈ ગયો હતો.

કપની અંદર દેખાતા દેડકાને તેણે પોતાના મોબાઈલ કેમેરામાં રેકોર્ડ કર્યો. કાઉટોએ શેર કર્યું કે તેણે ઉડોન ખાતા પહેલા કપને હલાવ્યો પણ હતો. જ્યારે તે નૂડલ્સ પૂરા કરવા જઈ રહ્યો હતો ત્યારે તેણે એક જીવતો દેડકો જોયો. તેણે વધુમાં જણાવ્યું કે કેવી રીતે તેની ફરિયાદ બાદ દુકાન માત્ર ત્રણ કલાક માટે બંધ રહી અને પછી ફરી ખોલવામાં આવી. રેસ્ટોરન્ટમાં હજુ પણ એ જ ફૂડ વેચાઈ રહ્યું હતું. નૂડલ રેસ્ટોરન્ટે બીજા દિવસે તેની વેબસાઇટ દ્વારા માફી માંગી. તેણે કહ્યું કે આ તેની ફેક્ટરીમાં શક્ય બની શકે છે. કંપનીએ જાહેરાત કરી હતી કે તે કાચા શાકભાજી સાથે ખાદ્ય ચીજોના વેચાણને અસ્થાયી રૂપે સ્થગિત કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *