બેન્કોએ EMI પર આપ્યો 3 મહિનાનો મુલતવી કરાવવાનો લાભ, જાણો કેવી રીતે લેવો લાભ

સરકારી બેંકો બાદ હવે દેશની પ્રાઇવેટ બેન્કો એચડીએફસી બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેન્કે પણ પોતાના ગ્રાહકોને EMI ના ચૂકવણા બાબતે ત્રણ મહિનાનો સમય આપી દીધો છે. રિઝર્વ બેંકે 27 માર્ચે બેંક અને હાઉસિંગ ફાયનાન્સ કંપનીઓને પોતાના લેણદારો માટે લોનના હપ્તા પર ત્રણ મહિનાની વિશેષ છૂટછાટ આપવાનો નિર્દેશ કર્યો હતો. ત્યાર બાદ મંગળવારે ઘણી સરકારી બેંકોએ પોતાના ગ્રાહકોને આ છૂટછાટ આપવાનું એલાન કર્યું હતું. પરંતુ પ્રાઇવેટ સેક્ટરની બેંકોએ આ બાબતે કોઈ દિશા નિર્દેશ મળ્યો ન હતો.

પરંતુ હવે icici bank એક ગત મોડીરાત્રે હપ્તા ભરવાની છૂટછાટ થી જોડાયેલા દિશા નિર્દેશ અનુસાર પોતાના વેબસાઈટ પર પ્રકાશિત કર્યા છે અને પોતાના ગ્રાહકોને કઈ રીતે EMI છૂટછાટનો લાભ લેવો તેની માર્ગદર્શિકા પ્રસ્તુત કરી છે. બેંકે ટ્વિટ કરીને કહ્યું છે કે, આરબીઆઈએ કોરોનાવાયરસ રિલીઝ પેકેજ માટે આઇસીઆઇસીઆઇ બેન્ક પોતાના ગ્રાહકોને લોન કે ક્રેડિટ સુવિધાઓના ચુકવણા માટે 31 may 2020 સુધીની છૂટ છાટ મેળવવાનો વિકલ્પ આપી રહી છે. ગ્રાહકોને નિવેદન છે કે, આ છૂટછાટ મેળવવા માટે તેઓ આઈસીઆઈસીઆઈ બેંકની વેબસાઇટ પર લોગ ઓન કરે.

જોકે અહીં એ જણાવવું જરૂરી છે કે, આ છૂટછાટ મેળવ્યા બાદ તમને આ ત્રણ મહિના નું વ્યાજ ચૂકવવું પડશે. માત્ર તમારા ત્રણ હપ્તા ની અવધી લંબાઈ જશે અને તમારા લોન ચૂકવણાં હપ્તાઓમાં ત્રણ મહિના નું વ્યાજ પણ વધુ ચૂકવવું પડશે

આવી જ રીતે એચડીએફસી બેન્કે પણ ગ્રાહકોને લોન ના ચૂકવવા માટે 31 may 2020 સુધી નો સમય આપી દીધો છે. અને આ બેંકની વેબસાઇટ અથવા તેના હેલ્પલાઇન  નંબર 022-50042333, 022-50042211 પર ફોન કરીને આ બાબતે જાણ કરવી જોઈશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *