સુપર સ્પેડર બનેલા રત્ન કલાકારોમાં કોરોના વધુ નહીં વકરે તે માટે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા એક અઠવાડિયા માટે ડાયમંડની તમામ ફેકટરીઓ, ઓફિસો, અને બજાર બંધ રાખવા વિચારણા, આવતીકાલે નિર્ણય લેવામાં આવશે. દિવસેને દિવસે ગણતરીના દિવસોમાં સમગ્ર ગુજરાત રાજ્યોમાં કોરોનાનો આંકડો વધતો જાય છે. ગુજરાતમાં કોરોના વાયરસના દર્દીઓ રેકોર્ડબ્રેક રીતે આંકડો વધતો જ જાય છે. હાલમાં અનલોક દરમિયાન ધીરે ધીરે સુરતના દરેક હીરા ઉદ્યોગ ખુલી ગયા હતા અને લોકો કામે વળગ્યા હતા. હાલના સમયની વાત કરીએ તો કોરોના વાયરસે સુરતના હીરા ઉધોગને પોતાનો શિકાર બનાવ્યો છે. સૂત્ર અનુસાર માહિતી મળી આવી છે કે આવતીકાલથી હીરા ઉધોગને બંધ કરવામાં આવી શકે છે. સૂત્રો પાસેથી આ માહિતી મળી છે.
સુરતમાં GJEPC અને ડાયમંડ એસોશિએશનની બેઠક મળી છે, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. સુરતમાં 21 દિવસમાં 250 રત્ન કલાકારોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. ગઈકાલે 38 રત્ન કલાકારોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે આગામી એક અઠવાડિયા સુધી સુરતના હીરા ઉધોગને બંધ કરવામાં આવી શકે છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુરત ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કોરોના વાઇરસે કાળો કહેર વર્તાવ્યો છે. આજ રોજ GJEPC અને સુરત ડાયમન્ડ એસોસિયેશનના હોદ્દેદેદારો સાથે મિટિંગ યોજાઈ હતી. જેમાં સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે, આવતીકાલથી હીરા ઉદ્યોગ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવશે. જો ખરેખર જો સૂત્રોનું સાચું ઠર્યું તો સુરતમાં આગામી એક અઠવાડિયા માટે હીરા ઉદ્યોગ બંધ રાખવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, કોરોના વાયરસનો કહેર રીતસરનો વધી રહ્યો છે. અમદાવાદ બાદ હવે સુરતમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. સુરતમાં માત્ર 21 દિવસમાં 250 રત્નકલાકારોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ગત રોજ એક દિવસમાં જ 38 રત્ન કલાકારો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કેટલાક રત્નકલાકારોને તાવ આવતા પેરાસીટામોલની ગોળી લીધા બાદ કામ ચાલુ રાખ્યું હતું. અમુક કિસ્સાઓમાં સામે આવ્યું હતું કે, માસ્ક વગર રત્નકલાકારો ઘંટી પર બેસતા હતા. આ સિવાય સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળ્યો હતો. હીરા પેઢીઓમાં AC હોવાથી અને વેંટીલેશન ના હોવાથી સંક્રમણ વધ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news