કોરોનાની બીજી લહેરને કારણે સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ વધુ ફેલાયું છે અને કેટલાય લોકોના મોત થઈ ચુક્યા છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો જેમણે કારણે ગુજરાત રાજ્યમાં રાત્રી કરફ્યું લાદવામાં આવ્યું હતું. ત્યારે હાલમાં ઘટી રહેલા કોરોનાના કેસને કારણે ગઈ કાલે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મોટું નિવેદન આપ્યું હતું.
ગઈ કાલે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાનું રાત્રી કરફ્યું અંગે મોટું નિવેદન આપતા કહ્યું હતું કે રાત્રી કરફ્યુમાં કોઈ ફેરફાર કરવો કે નહિ અને વેપાર તથા ઉધોગો પર કેટલા પ્રમાણમાં છૂટ આપવી અથવા તો છૂટ આપવી કે નહી તેના પર હવે નિર્ણય કરવામાં આવશે. રાત્રી કર્ફ્યુની અવધી પૂરી થયા બાદ જે તે તાલુકામાં કોરોનાની સ્થિતિ જોઇને કોર કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.
મહત્વનું એ છે કે, સરકાર દ્વારા લગાવવામાં આવેલ કર્ફ્યુના નિયંત્રણ આગામી 12 મે ના રોજ પુરા થઈ રહ્યા છે. એટલે હવે આગામી બે દિવસમાં સરકાર આ કર્ફ્યુના નિયંત્રણને આગળ લંબાવવું કે તેમાં થોડીક છૂટછાટ આપવી તે અંગે નિર્ણય લેશે.
જયારે બીજી બાજુ ગુજરાતમાં વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને ભાજપના જ કેટલાક નેતાએ ગુજરાત રાજ્યમાં લોકડાઉન લાદવાની માંગ કરી છે. જેથી રૂપાણી સરકાર ગુજરાતમાં લોકડાઉન લગાવવા અંગે પણ એક મોટો નિર્ણય લઇ શકે છે.
મહત્વનું છે કે ગઈ કાલે રાજ્યમાં કોરોના વાયરસના નવા 11,592 કેસ નોંધાયા હતા. જયારે 14,931 લોકોએ કોરોના સામે જંગ જીત્યા. રાજ્યમાં ગઈકાલે કોરોના સંક્રમણના કારણે 117 લોકો મોતને ભેટ્યા હતા. સાથે જ મૃત્યુનો આંકડો 8511 પર પહોચી ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.