દેશમાં કોરોના વાયરસનું સક્રમણ વધતું જોવા મળી રહ્યું છે. આપને જણાવી દઈએ કે, ગુરુવારે દેશમાં કોરોનાના એક દિવસમાં સૌથી વધારે 16,000થી વધારે કેસો સામે આવ્યા પછી વાયરસના કુલ સંક્રમિતોની સંખ્યા 4.73 લાખ પર પહોંચી ગઈ છે. વાયરસના સંક્રમણથી ગુજરાત રાજ્યમાં 418 લોકોના મોત થયા છે. તો દેશમાં કોરોનાથી મોતની સંખ્યા 14,894 થઈ ગઈ છે. છેલ્લા એક અઠવાડિયાથી કોરોના વાયરસના 14 હજારથી વધારે મામલા સામે આવ્યા છે.
દેશમાં અત્યાર સુધીમાં વાયરસથી સક્રમિત થનારા લોકોના મોતની સંખ્યામાં સૌથી વધારે 6739 લોકોના મોત મહારાષ્ટ્રમાં થઈ છે. ત્યાર પછી દિલ્હીમાં 2365, ગુજરાતમાં 1735, તમિલનાડુમાં 866 અને ઉત્તર પ્રદેશમાં 596 લોકોના મોત થયા છે.સૌથી વધુ મોત થનારા રાજ્યોમાં આ પાંચ રાજ્યોના નામ આવે છે.
દેશમાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણની વચ્ચે પંજાબના સ્વાસ્થ્ય મંત્રી બલબીર સિદ્ધૂએ જણાવતા કહ્યું છે કે, જો કોરોનાથી પરિસ્થિતિ સુધરશે નહીં તો ફરીથી પૂરા રાજ્યમાં લોકડાઉનને લાગૂ કરી દેવામાં આવી શકે છે. તેની સાથે જ સ્વાસ્થ્ય મંત્રીએ દિલ્હીને આસપાસના રાજ્યોમાં કોરોના ફેલાવા માટે જવાબદાર ગણાવ્યું છે. પંજાબ સરકારના સ્વાસ્થ્ય મંત્રી અને કેબિનેટ રેન્કના ધારાસભ્ય રાજકુમાર વેરકાએ દિલ્હીને આસપાસના રાજ્યોમાં કોરોના ફેલાવવા માટે જવાબદાર ગણાવ્યું છે અને કહ્યું કે, દિલ્હી શહેરના કારણે હરિયાણામાં પણ કોરોનાની સ્થિતિ ગંભીર બની છે અને દિલ્હી પોતાની સ્થિતિ સંભાળી રહી નથી અને તેની ભરપાઈ આસપાસના રાજ્યોએ ભોગવવી પડી રહી છે. અને ઘણા લોકોને કોરોનાનો ભોગ બનવું પડશે.
બંને નેતાઓએ જણાવતા કહ્યું હતું કે, જો જરૂરિયાત પડી તો દિલ્હીથી આવી રહેલા વાહનોની અવરજવર પંજાબમાં રોકી શકાય છે અને દિલ્હીને પંજાબથી જોડનારી હરિયાણાની સીમાને પણ સીલ કરી દેવામાં આવી શકે છે. સ્વાસ્થ્ય મંત્રી બલવીર સિદ્દૂએ દિલ્હીથી આવી રહેલા લોકોને અપીલ કરી છે કે તેઓ પંજાબમાં આવતા પહેલા પોતાના સ્વાસ્થ્યને લઈ તમામ જાણકારીઓ જણાવે.
પંજાબ સરકારના પ્રવક્તા રાજકુમાર વેરકાએ દિલ્હી મોડલને સંપૂર્ણ રીતે નિષ્ફળ ગણાવતા દિલ્હીને આજુબાજુના રાજ્યોમાં કોરોના ફેલાવવા માટે જવાબદાર ગણ્યું છે. સાથે-સાથે જ જણાવતા કહ્યું છે કે, જો પંજાબ રાજ્યમાં પરિસ્થતિ બગડી તો આવી પરિસ્થતિમાં સરકારની પાસે લોકડાઉનને ફરી એકવાર લાગૂ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ જોવા મળતો નથી. પંજાબ રાજ્યમાં કુલ કોરોના ના સક્રમિત દર્દીની સંખ્યા 4627 છે. જેમાંથી ટોટલ 113 લોકોના મોત થયા છે. હાલના સમયમાં રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 1415 છે. તો હરિયાણામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 12010 છે. જેમાંથી 188 લોકોના મોત થયા છે અને ત્યાં 4897 એક્ટિવ કેસો છે. તો દિલ્હીમાં કોરોનાના દર્દીઓનો આંકડો 70000થી વધુ થઈ ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news