Lockdown માં જ્યાં આખો દેશ રોકાયેલો છે તેમજ મધ્યપ્રદેશમાં અનોખી રીત થી એક લગ્ન થયાં. આ લગ્નમાં વધુ તરફથી ફક્ત ચાર ચાર પરિવારજનો સામેલ થયા. એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું કે સામાજિક અંતર અંતર્ગત આ લગ્ન કરવા માં આવે. જેનાથી કોરોનાવાયરસ નું સંક્રમણ ન થાય.
દેશભરમાં ફેલાયેલા કોરોનાવાયરસના સંક્રમણથી બચવા માટે ૨૧ દિવસનું lockdown જાહેર કરવામાં આવ્યું છે, જેનાથી લોકો ઘરમાં જ જેલનો અહેસાસ કરી રહ્યા છે. કોરોનાવાયરસ ને લઈને લોકોને જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે.હા lockdown વચ્ચે મધ્યપ્રદેશના સિહોરના એક અનોખા લગ્ન જોવા મળ્યા છે જ્યાં લોકો એ જાગૃતતાની મીશાલ રજૂ કરી છે.
સિહોર શહેરના ગુરુદ્વારામાં થયેલા આ લગ્નમાં વધુ સાથે જાનૈયાઓ એ પણ સામાજિક અંતર નું પાલન કર્યું.
હકીકતમાં મોહિતના લગ્ન શહેરની શિવાની બત્રા સાથે પહેલેથી જ નક્કી હતા પરંતુ દેશભરમાં ફેલાઇ રહેલા કોરોનાવાયરસ ના સંકટ વચ્ચે અચાનક lockdown આવી ગયું.
૨૧ દિવસના lockdown ના કારણે તમામ સેવાઓ સાથે સાથે અવરજવરના સાધનો પણ બંધ થઈ ગયા. એવામાં લગ્ન પ્રસંગમાં વસ્તુઓ ની વ્યવસ્થા કરવી એક પડકાર હતો.
એકવાર તો તેમણે વિચાર કરી લીધો કે લગ્નની તારીખ ને આગળ ફેલાવીએ પરંતુ વરણા પિતાની તબિયત સારી ન હોવાના કારણે લગ્નની તારીખ ને આગળ ધપાવવી સંભવ ન થઈ શકી.
પછી સમાજ અને સંબંધીઓની સલાહના આધારે લગ્નના તમામ રીતિરિવાજો ફક્ત નામના જ નિભાવવામાં આવ્યા. વધુ તરફથી ફક્ત ચાર ચાર લોકો જ સામેલ થયા.તમામ લોકોએ તકેદારી રાખી કે સોશિયલ distance નું પાલન થાય. અને તમામ લોકોએ મોઢા પર માસ્ક પણ લગાવીને રાખ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news