Lok Sabha Election 2024: સુરતમાં આજે વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભારત સંકલ્પ પત્રની માહિતી આપી મોદી કી ગેરેન્ટી અભિયાન લોન્ચિંગ કર્યું હતું. આ તબક્કે સુરત ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં હર્ષભાઇ સંઘવીએ કહ્યું કે 2024માં(Lok Sabha Election 2024) દેશના નાગરિકો એ મન બનાવી લીધું છે અને લોકો નવો ઇતિહાસ રચવા જઈ રહ્યા છે. રાહુલ ગાંધીની વાત તો હવે એમના પાર્ટીના લોકો પણ નથી કરતા તેમ પણ તેમણે કહ્યું હતું.
સુરત ભાજપ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. જેમાં રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, છેલ્લા 10 વર્ષમાં જમ્મુથી લઈ કાશ્મીર સુધી મહ્ત્વના વિકાસ કાર્યો ગામડાઓ સુધી પહોંચ્યા છે. તમામ વર્ગના લોકો માટે અદભુત કાર્યો મોદી સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. મોદી સરકાર એટલે ભારત દેશના લોકોની સરકાર છે. લોકોના જે વિચારો છે,તે ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્ર માં લઇ શકાય તે માટે લોકોના સૂચનો એકત્ર કરવા માટેનું આયોજન છે.
રાહુલ ગાંધીની વાત તો હવે એમના પાર્ટીના લોકો પણ નથી કરતા
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા અંગે હર્ષ સંઘવીએ નિવેદન આપતાં કહ્યું કે 2024માં દેશના નાગરિકો એ મન બનાવી લીધું છે અને લોકો નવો ઇતિહાસ રચવા જઈ રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે રાહુલ ગાંધીની વાત તો હવે એમના પાર્ટીના લોકો પણ નથી કરતા. તેઓ આવી રહ્યા છે તો નવું શું કરશે. આની દવા તો દેશના કોઈ પણ તબીબ નહિ બનાવી શકે. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં ભાગદોડ એ તેમનો આંતરિક વિષય છે પણ કોંગ્રેસ તેના પરિવારને સાચવી શકતી નથી. ભાજપ તમામની પાર્ટી છે. પ્રત્યેક ભારત વાસી મોદીનો પરિવાર છે.નેતા અને કાર્યકર્તા ભાજપ માં એકજ પરિવાર છે.
લોકો પોતાના વિચારો રજૂ કરી શકશે
તેમણે એમ પણ કહ્યું કે ભાજપની પેજ સમિતિના કાર્યકરોના સૂચન લેવાશે અને ડિજિટલ માધ્યમનો પણ આ વખતે વ્યાપક પ્રમાણનો ઉપયોગ કરાશે. ટેકનોલોજીનો ઉપયોગ થી લોકોને લાભ થશેતેમણે કહ્યું કે હું એક નંબર જાહેર કરવા માંગુ છું અને તે નંબર છે 9090902024 છે. લોકો પોતાના વિચારો રજૂ કરી શકશે મોદીની ગેરંટી એક એવો વાયદો છે જે દેશ ની અંદર ધર્મ સ્થાનો અયોધ્યામાં રામ જી બિરાજમાન , કાશી ડેવલપમેન્ટ, અને કેદાર નાથ બદ્રીનાથ ડેવલપ કરાયા છે. લોકોના આરોગ્યની ચિંતા કરીને વડાપ્રધાને લોકોને આયુષ્યમાન કાર્ડ આપ્યા છે. દેશમાં શૌચાલયો બનાવાયા છે જ્યારે ઉજ્જવલા યોજના આપી છે. હર્ષભાઇએ સંબોધનમાં કહ્યું કે આઝાદીના લડવૈયા એ જે સ્વપ્ન જોયું એ મોદી એ સાકાર કર્યું છે. દેશના ઇતહાસમાં સૌથી મોટા નારી શકતી વંદના કાર્યક્રમ ને બહેનો એ સફળ બનાવ્યો.
રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો
ભાજપની સરકાર દેશના નાગરિકોની સરકાર છે. વર્ષ 2024માં દેશના નાગરિકોએ નવો ઇતિહાસ લખવાનું મન બનાવી લીધું છે. રાહુલ ગાંધીની વાત તો તેમના કાર્યકર્તાઓ પણ નથી સાંભળતા. તેમના કાર્યકર્તાઓ પણ ચિંતામાં છે કે, રાહુલ ગાંધી ગુજરાતમાં આવે છે તો શું કરીને જશે? તેની દવા તો કોઈપણ વૈજ્ઞાનિક પણ નહીં બનાવી શકે. હું તો એક નાનો વ્યક્તિ છું. પરિવારની ભાવના દરેક પાર્ટીમાં હોવી જોઈએ.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App