લોકસભા ચૂંટણી 2019 ના પરિણામો નું એલાન બસ હવે થોડા જ કલાકો બાદ થઈ જશે. ચૂંટણીની ગરમાગરમી ભરેલા માહોલ ને જોઈને અંદાજો લગાવી શકાય છે કે, આ વખતે પરિણામનો દિવસ પણ ખાસ્સો તણાવ ભર્યો રહેશે. 11 એપ્રિલે શરૂ થયેલા ચૂંટણી પર્વ ની પૂર્ણાહુતિ સાત તબક્કા બાદ 19 મે ના રોજ થઈ હતી. હવે જ્યારે આવતીકાલે પરિણામો જાહેર થવાના છે, ત્યારે માત્ર દેશવાસીઓ જ નહીં, પરંતુ વિદેશ મા પણ ભારતની ચૂંટણી બાબતે ખુબ જ ચર્ચાઓ થઈ રહી છે.
તમને જણાવી દઈએ કે આપણો દેશ ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી છે. એટલે સામાન્ય વાત છે કે દુનિયાભરની નજર ભારત પર ટકેલી હોય. આ વખતે દેશની ૫૪૩ લોકસભા સીટો માથે ૫૪૩ બેઠકો પર મતદાન થયું હતું. વેલ્લોર સીટ પર ચૂંટણી થઈ શકી નહોતી કારણ કે, ત્યાંથી ચૂંટણીપંચને મોટી માત્રામાં ધન રાશી મળી હતી. ચૂંટણી લડવા વાળા મુખ્ય નેતાઓમાં હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેટલાક કેન્દ્રીય મંત્રીઓ, વિરોધ પક્ષમાં રહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, તેમના માતા યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને સપા પ્રમુખ યાદવ પણ સામેલ છે.
આ છે 2019 ની સામાન્ય ચૂંટણી સાથે જોડાયેલી 10 મોટી વાતો
૧૧ એપ્રિલ થી ૧૯ મે સુધી ચાલેલા લોકતંત્ર ના આ મહાપર્વ માં ૨૨ લાખ ૩૦૦૦૦ બેલેટ યુનિટ ઉપયોગમાં લેવાયા આ સિવાય ૧૦ લાખ ૮ હજાર કંટ્રોલ યુનિટ અને દસ લાખ ૭૩ હજાર વિવીપેટ મશીન નો પણ ઉપયોગ કરવામાં આવ્યો. ઘણી જગ્યાએ ઉમેદવારોની સંખ્યા વધુ હોવાથી એકથી વધુ બેલેટ યુનિટ નો ઉપયોગ કરવો પડ્યો હતો.
આખા દેશમાં લગભગ 4000 મતગણતરી કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. જોકે ચુનાવ આયોગ દ્વારા મતગણના ના કેન્દ્રની ચોક્કસ સંખ્યા જણાવવામાં આવી નથી. આ કેન્દ્ર પર સવારથી જ રાજનૈતિક દળોના કાર્યકર્તાઓ અને નેતાઓ ના ટોળા જામશે છે દરેક રાઉન્ડ પર પરિણામોની નજર બનાવી રાખશે.
મતગણતરી દરમિયાન ફરજ પર રહેલા કર્મચારીઓ એટલે કે સર્વિસ વોટર ની સંખ્યા લગભગ ૧૮ લાખ જેટલી છે. જેમાં સશસ્ત્ર દળ, કેન્દ્રીય પોલીસ અને રાજ્ય પોલીસ દળના જવાનો સામેલ હોય છે. જેઓ પોતાના સંસદીય ક્ષેત્ર થી બહાર ફરજ પર હાજર રહેતા હોય છે. સાથે સાથે વિદેશમાં ભારતીય દૂતાવાસો માં પદ પર સેવા કરતા રાજનૈતિક અને કર્મચારીગણ પણ સર્વિસ વોટરમા આવે છે. જેઓ પોસ્ટ મારફતે પોતાનું બેલેટ પેપર મોકલતા હોય છે ૧૮ લાખ નોંધાયેલા મતદારો તો માંથી ૧૬.૪૯ લાખ મતદાતાઓ એ ૧૭ મે સુધીમાં પોતાના રીટર્નિંગ અધિકારીઓને પોસ્ટ મારફતે આ મત પત્ર મોકલી દીધા હતા.
ચૂંટણીપંચના એક અધિકારીએ જણાવ્યું કે, પોસ્ટલ બેલેટ ની ગણતરી કરવા માટે લગભગ એક કલાક જેટલો સમય થશે અને વીવીપેટ માંથી નીકળતી પરચીઓની ગણતરી અંતમાં કરવામાં આવશે. આ ગણતરી સવારે આઠ વાગ્યાથી શરૂ થશે.
સામાન્ય રીતે બે થી ત્રણ કલાકનો પોસ્ટલ બેલેટ ની ગણતરી પૂરી થઈ જતી હોય છે અને ત્યાર બાદ ઈવીએમ ના વોટની ગણતરી શરૂ કરવામાં આવતી હોય છે. આ પ્રક્રિયા અનુસાર જો ઈવીએમની ગણતરી સવારે ૧૦ વાગ્યે શરૂ થાય તો સામાન્ય રીતે સાંજે ૬ વાગ્યા સુધીમાં પરિણામો આવી જતા હોય છે. પરંતુ આ વખતે આ પ્રક્રિયામાં થોડો બદલાવ કરવામાં આવ્યો છે. જેના કારણે પરિણામો આવવામાં લગભગ ત્રણથી ચાર કલાકનો વધુ સમય લાગી શકે છે. અધિકારીઓનું કહેવું છે કે પૂર્ણ પરિણામ મોડી રાત સુધીમાં જાહેર થઈ જશે.
જણાવી દઇએ કે આ વખતે પહેલી વાર ઈવીએમ ના વોટની ગણતરી સાથે વીવીપેટ મશીન માં આવતી ચિઠ્ઠીઓ ની ગણતરી પણ કરવાની છે. જે દરેક વિધાનસભા દીઠ પાંચ બુથ માંથી રેન્ડમ રીતે ગણતરી કરવામાં આવશે.
ઈવીએમને લઈને રચાયેલી કમઠાણ અને નજરમાં રાખીને આ મશીનોની સુરક્ષાને લઇને પણ ખુબ જ ઘેરી સુરક્ષા કરવામાં આવી છે. દરેક શહેરમાં એક થી બે સ્ટ્રોંગરૂમ બનાવવામાં આવ્યા છે. જેની સુરક્ષા માટે જબરદસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. અંદર અને બહાર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. સાથે સાથે મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓની પણ ગોઠવણ કરવામાં આવી છે.
એક મંત્રણાના ટેબલ પર ચાર સુરક્ષાકર્મી હાજર રહેશે. આ સિવાય એક માઇક્રો ઓબ્ઝર્વર એક મતગણતરી સહાયક, એક ચોથા વર્ગનો મતગણતરી સહાયક, એક રિટર્નિંગ ઓફિસર અને રાજનૈતિક દળના પોલિંગ એજન્ટો શામેલ હશે. એક ઇવીએમ મશીન ની ગણતરી બાદ બે મિનિટ સુધી રિટર્નિંગ ઓફિસર રાહ જોશે, જો કોઈ પોલિંગ એજન્ટને આ બાબતે વાંધો ઉઠાવવાનો હોય અથવા શંકા હોય કે ગણતરીના કામમાં કંઈ ગરબડી છે, તો તેઓ રીકાઉન્ટિંગ કરાવી શકે છે. જો કોઈ એજન્ટ આ બે મિનિટમાં વાંધો નહી ઉઠાવે તો મશીન ને ફરીથી સીલ કરી દેવામાં આવશે.
કુલ ૫૪૩ લોકસભા સીટોમાંથી ૫૪૨ સીટો પર ચુંટણી થઇ છે. વેલ્લોર લોકસભા સીટ પર મોટી માત્રામાં નાણાં મળ્યા હોવાથી ત્યાં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી રદ કરવામાં આવી છે. આ સીટ પર ચૂંટણી ની નવી તારીખોનું એલાન કરવામાં આવ્યું નથી ૫૪૨ સીટો પર ૮ હજારથી વધુ ઉમેદવારો પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે. સાત ચરણોમાં થયેલા મતદાનમાં ૯૦.૯૯ કરોડ મતદાતાઓ માંથી લગભગ ૬૭.૧૧થી અધિક મતદાન થયું છે.
એક્ઝિટ પોલ બાદ મતગણતરી પહેલા રાજનૈતિક પારો ઊંચે ચડેલો નજર આવી રહ્યો છે. ચૂંટણીઓના પરિણામો આવ્યા પહેલા થી જ ઈવીએમ અને વીવીપેટ ના મુદ્દે કોંગ્રેસ, સપા, બસપા, તૃણમૂલ કોંગ્રેસ સહિત ૨૨ પ્રમુખો વિપક્ષી દળો દ્વારા મંગળવારે બેઠક કરવામાં આવી અને evm સાથે જોડાયેલી ફરિયાદો અને વીવીપેટના મુદ્દે ચર્ચા કરવામાં આવી.