પશ્ચિમ બંગાળના ડાયમન્ડ હાર્બર લોકસભા સીટ થી ભાજપના ઉમેદવાર ની નીલંજય રોય પર 17 વર્ષ ની છોકરી સાથે છેડતી કરવાના આરોપમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. એનડીટીવીના રિપોર્ટ અનુસાર આ ઉમેદવાર પર ગયા મહિને ૧૭ વર્ષની એક નાબાલીક છોકરી પર યૌન ઉત્પીડનનો આરોપ છે. આ ઘટના એ સમયની છે જ્યારે આ એવું તે પોતાના પિતા સાથે તેમને મળવા ગઈ હતી.
નીલંજય રોય પર પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટના 26 એપ્રિલ ની છે અને તેના બીજા જ દિવસે આ બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બાળ અધિકારોની સુરક્ષા માટે પશ્ચિમ બંગાળ બાળ અધિકાર સંરક્ષણ આયોગ ની અધ્યક્ષ અનન્યા ચેટર્જી ચક્રવર્તીએ કહ્યું કે, રાજ્યના બાળ અધિકાર સંગઠન પાસે આવેલી વિગતો અનુસાર આ બાબતે પાલતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. યુવતીની મેડિકલ તપાસ કરવામાં આવી છે અને તેનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. પરંતુ પોલીસે હજી સુધી નીલંજય રોયની ધરપકડ કરી નથી.
ચક્રવર્તીએ વધુમાં કહ્યું કે તેમને શુક્રવારે આ ઘટના વિશે જાણ થઈ ત્યારે તરત જ ચૂંટણીપંચને આ ઉમેદવારની ધરપકડ કરવા માટે પત્ર લખ્યો છે. ચક્રવર્તી એ જણાવ્યું છે કે તેમણે અને તેમના સહયોગીઓએ પીડિતાના ઘરે જઈને તેની સાથે મુલાકાત પણ કરી છે.
પશ્ચિમ બંગાળના ભાજપ ઉપાધ્યક્ષ જયપ્રકાશ મજુમદારે આ ઘટનાને તૃણમૂલ કોંગ્રેસની ચાલ ગણાવી છે.
તેમણે જણાવ્યું કે ચૂંટણી પહેલા આ ઉમેદવાર ને બદનામ કરવાની સાજિશ રચવામાં આવી છે. પોલીસ સ્ટેશનમાં ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના માં જણાવ્યા અનુસાર ઘટના બનતી વખતે આરોપી તે જગ્યાએ હાજર પણ નહોતા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ પ્રથમ દ્રષ્ટિએ કોઇ ફરિયાદ છે જ નહીં. હવે તૃણમૂલ કોંગ્રેસ બાલ અધિકાર સંરક્ષણ આયોગ નો ઉપયોગ કરીને અમારા ઉમેદવારને ધરપકડ કરાવીને ભાજપ ને નબળી પાડવા માંગે છે.. બાળ અધિકાર સંરક્ષણ આયોગ ના અધિકાર ક્ષેત્રમાં કોઇની ધરપકડ કરાવવી આવતી જ નથી.
ચૂંટણી પંચે આ મામલે હજી કોઈ નિર્ણય કર્યો નથી ડાયમન્ડ હાર્બર પોલીસ અધિક્ષક શ્રી હરિ પાંડેએ કહ્યું છે કે આ મામલો હજી તપાસ હેઠળ છે અને પશ્ચિમ બંગાળ બાળ અધિકાર સંરક્ષણ આયોગ ની વાત પણ સાંભળી છે. અમે તમામ તપાસના મુદ્દાઓ નું પાલન કરીશું અને આગળ નિર્ણય કરીશું.
ઉલ્લેખનીય છે કે નિરંજય ની સામે ડાયમન્ડ હાર્બર બેઠક પર મમતા બેનર્જી નો ભત્રીજો અભિષેક બેનર્જી ચૂંટણી લડી રહ્યો છે. ડાયમન્ડ હાર્બર માં લોકસભાના સાતમા ચરણમાં ૧૯ મેના દિવસે મતદાન છે.