સી આર પાટીલે લોકસભા ચૂંટણીની સાથે સાથે વિધાનસભામાં 156 થી 160 સીટ સુધી પહોંચવાનો તખ્તો તૈયાર કર્યો, ક્યા MLA તોડશે?

Lok Sabha Elections 2024: જેમ જેમ લોકસભા 2024ની ચૂંટણી( Lok Sabha Elections 2024 ) નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. રાજ્યમાં એક પછી એક વિપક્ષમા ધારાસભ્યો રાજીનામું આપી રહ્યા છે. ત્યારે આ આજે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપી ભાજપમાં જોડાશે તેવા સમાચાર આવ્યા હતા.

ધવલસિંહ ઝાલા ફરી એક વખત કેસરિયો ખેસ ધારણ કરી શકે છે
અરવલ્લી જિલ્લાના મોડાસા-ધનસુરા અને માલપુર તાલુકા ભાજપ સંગઠનના તાલુકા કાર્યાલયના લોકાર્પણ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ સહિત અનેક રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. જો ધારાસભ્ય ધર્મેન્દ્ર સિંહ રાજીનામું આપશે તો બાયડ સીટ પર પેટા ચૂંટણીના એંધાણ જોવા મળી રહ્યા છે.

ધવલસિંહ ઝાલા ભાજપમાં ઘરવાપસી કરશે અને ફરી ચૂંટણી લડશે.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રાજીનામાનું મન બનાવી લીધું છે. તેઓ બાયડના તેમના કાર્યકરો સાથે વિચાર-વિમર્સ બાદ આ મુદ્દે નિર્ણય કરશે. ધવલસિંહ ઝાલા ફરી એક વખત કેસરિયો ખેસ ધારણ કરી ભાજપની ટિકિટ પર ફરી બાયડની સીટ પરથી ચૂંટણી લડશે તેવી પણ ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે.

ભાજપનું સંખ્યાબળ વધીને 157 થઈ જશે
કોંગ્રેસ પક્ષના ઉમેદવારને કારણે ચતુષ્કોણીય જંગ બની ગયો હતો અને વડોદરા-ગ્રામ્ય જેવી આ બેઠક પર સાત ઉમેદવારો વચ્ચે ધરમેન્દ્રસિંહ વાઘેલા 14000 મતે ભાજપ અને મધુ શ્રીવાસ્તવ સહિત તમામને પરાજીત કરીને જીત્યા હતા. વાઘેલાએ 2017માં પણ આ બેઠક પર અપક્ષ તરીકે ઝંપલાવીને ફકત 10271 મતે જ મધુ શ્રીવાસ્તવ સામે હાર્યા અને પાંચ વર્ષમાં 14006 મતોએ જીત્યા અને ભાજપના અશ્ર્વીન પટેલને પરાજીત કર્યા હતા. જો કે જીત્યા બાદ ભાજપના અન્ય બે બળવાખોરો સાથે તેઓ ભાજપની નજીક જ રહ્યા હતા પણ હવે લોકસભા ચૂંટણી આપતા ભાજપે તેઓને પક્ષમાં જોડી દીધા છે. તેઓ અપક્ષ જીત્યા હોવાથી તેઓને વિધાનસભામાંથી રાજીનામુ આપવુ પડશે નહી તેવા સંકેત છે અને ભાજપનું સંખ્યાબળ વધીને 157 થઈ જશે.

બેઠક ઉપર જ પેટા ચૂંટણીમાં ઝંપલાવશે તેવી શક્યતા
ભાજપાની ટીમે આ રણનીતિનો પ્રથમ ઉપયોગ વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ચૂંટાઈ આવેલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પર કર્યો હોવાની ચર્ચા થઈ રહી છે. અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ગમે ત્યારે વાઘોડિયા બેઠક ઉપરથી રાજીનામું આપવાની જાહેરાત કરે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. આજે તેઓ એ વડોદરા નજીક એક ફાર્મ હાઉસમાં પોતાના ટેકેદારો, કાર્યકરો સાથે બેઠક પણ કરી હોવાનું જાણવા મળ્યું છે. આ બેઠકમાં તેમના સમર્થકોએ પણ ભાજપામાં જોડાવા માટેની લીલી ઝંડી આપી દીધી હોવાનું કહેવાઈ રહ્યું છે. હવે તેઓ અપક્ષ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાશે અને ભાજપ માંથી ટિકિટમેળવીને વાઘોડિયા બેઠક ઉપર જ પેટા ચૂંટણીમાં ઝંપલાવશે તેવી શક્યતા છે.‍