આજે પંચતત્વમાં વિલીન થશે મુલાયમ સિંહ- અંતિમ દર્શન માટે આખી રાત ઊભા રહ્યા હજારો લોકો

ગઈકાલે સપના સંરક્ષક મુલાયમ સિંહ યાદવ (Mulayam Singh Yadav) નું નિધન થયું હતું. જેમના નિધનથી દેશભરમાં શોખની લાગણીઓ વ્યાપી ગઈ હતી. ગઈકાલથી અત્યાર સુધી સેકડો લોકો નેતાજીના અંતિમ દર્શન કરવા માટે ઘર બહાર ઉમટીયા હતા. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, હજારો લોકોએ આખે આખી રાત નેતાજીના ઘરની બહાર ઉભા રહ્યા હતા. મંગળવારે નેતાજીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

તે પૂર્વે નેતાજીના પાર્થિવ દેહના દર્શન કરવા મેળા મેદાનના પંડાલમાં રાખવામાં આવશે. આજે ત્રણ વાગ્યે સરકારી સન્માન સાથે મુલાયમ સિંહ યાદવ પંચતત્વોમાં વિલન થશે. મુલાયમસી યાદવના મૃત્યુથી ફક્ત રાજકારણમાં જ નહીં પરંતુ રાજકીય નિસ્બત ન ધરાવતા લોકોમાં પણ શોકની લાગણીઓ છવાઈ હતી. મુલાયમ સિંહ યાદવે સોમવારે સવારે 8:16 વાગ્યે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

ગઈકાલ રાતે જ હજારો લોકોની ભીડ નેતાજી ના ઘરે હતી. નેતાજીના છેલ્લા દર્શન માટે હજારો લોકો આખે આખી રાત ઘર બહાર ઉભા રહ્યા હતા. મુલાયમ સિંહનો મૃતદેહ સોમવારે સૈફઈ પહોંચ્યો હતો. આ દરમિયાન અંતિમ દર્શન માટે લોકો એકઠા થયા હતા. દરેક વ્યક્તિ તેમની છેલ્લી તસવીર પોતાના ફોનમાં કેપ્ચર કરવા માંગતા હતા.

રાતોરાત તૈયાર થયું અંતિમ સંસ્કાર નું સ્થળ
તમને જણાવી દઈએ કે, જ્યાં નેતાજીના અંતિમ સંસ્કાર થવાના છે, ત્યાં 50 મજૂરો દ્વારા આખી રાત મજૂરી કરી ડોમ તૈયાર કરવામાં આવ્યો હતો. નેતાજીના મોતથી સમગ્ર સૈફઈ ગામમાં રાતભર લોકોને ઊંઘ આવી ન હતી, આખું ગામ નેતાજીના અંતિમ સંસ્કારની તૈયારીમાં વ્યસ્ત હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *