27 વર્ષમાં ભાજપે 5 કામ એવા નથી કર્યા કે, જે જનતાને ગણાવી શકે- ઈસુદાન ગઢવીના ભાજપ પર આકરા પ્રહાર

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી(Isudan Gadhvi)એ મીડિયાને સંબોધતા જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી(BJP) પાસે 27 વર્ષમાં કોઈ કામ નથી થયું. મોંઘવારી આસમાને છે, બેરોજગારી આસમાને છે. ખેડૂતોની આવક ડબલ નથી થઈ, જેનો 2017માં તેમણે વાયદો કર્યો હતો. અને પેપર ફૂટે છે જેમાં બેરોજગારો પરેશાન છે. જેવી રીતે અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ની સભાઓમાં લાખોની ભીડ દેખાઈ રહી છે. એટલે ભારતીય જનતા પાર્ટી એટલી બોખલાઇ ગઇ છે કે એમના નેતાઓ એટલા એટલા બોખલાઈ ગયા છે કે કોઈ મુદ્દો શોધી રહ્યા છે કે કયા મુદ્દા પર અમે ચૂંટણી લડીશું.

વધુમાં ઉમેરતા ઈસુદાન ગઢવીએ કહ્યું છે કે, 27 વર્ષમાં એવા 5 કામ નથી કે ગણાવી શકે કે અમે આ મુદ્દા પર ચૂંટણી લડીશું. અને એટલા માટે તમે જોયું હશે. જે રીતે ભારતીય જનતા પાર્ટી મુદ્દો શોધી રહી હતી.એમાં અમારા પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાનો જૂનો વીડિયો નિકાળીને એમની ઉપર જે રીતે દિલ્લીમાં નેતાઓ, અહીંના નેતાઓ તુટી પડ્યા છે. સવાલ એટલો છે ભારતીય જનતા પાર્ટીની સામે કે તમે 27 વર્ષમાં કામને નામે મત નહીં માંગી શકો. તમે ગોપાલ ઇટાલિયાનાં જૂના વિડીયો નિકાળીને શું મત માંગવા જવાનાં છો?

તિરંગા યાત્રા નીકળવા માટે પણ એફઆઇઆર થઈ રહી છે. અને ભાજપના નેતાઓ દ્વારા અલગ અલગ જગ્યાએ એફઆઇઆર થઈ રહી છે. એટલા માટે જ હું ગુજરાતની જનતાને મીડિયા અને વિનંતી કરું છું કે આ લડાઈ આપણા બાળકોના ભવિષ્યની છે, શિક્ષણની છે, આરોગ્યની છે, વીજળીની છે. આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો બેફામ સ્કૂલ ફી વધારાને રોકવામાં આવશે. એના માટે આપ સૌએ સહકાર આપવો પડશે કારણ કે આ લડાઈ ફક્ત ગોપાલ ઇટાલિયાની નથી, ઈસુદાન ગઢવીની નથી. આ લડાઈ એક એક ગુજરાતીની છે. આજે ગુજરાતમાં કોઈ નવી સારી હોસ્પિટલો નથી બની રહી, કોઈ સારી સ્કૂલો નથી બની રહી. ઉપરથી 6000 સરકારી સ્કૂલોને બંધ કરી દેવામાં આવી છે. મારો સવાલ એક જ છે કે સાડા ત્રણ લાખ કરોડની લૂંટ ચલાવી એ ભાજપના કયા નેતાઓ લઈ ગયા?

એક ભાજપના નેતાએ ચૂંટણીમાં ફોર્મ ભરતી વખતે દર્શાવ્યું હતું કે એમની પાસે 4 એકર જમીન છે અને આજે એમની પાસે 1000 એકર જમીન છે. આનાથી સાબિત થાય છે કે ભાજપના નેતાઓ બેફામ લૂંટ ચલાવીને બેફામ સંપત્તિ બનાવી રહ્યા છે. એટલા માટે જ એ લોકોને ડર લાગી રહ્યો છે કે જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો એ લોકોની તપાસ થશે અને એમની સંપત્તિ ગરીબોમાં વહેંચાઈ જશે. એટલા માટે જે લોકો ગોપાલ ઇટાલિયાના જુના વિડીયો બતાવીને મત માંગી રહ્યા છે. જો ભાજપમાં તાકાત હોય તો શિક્ષણ અને આરોગ્ય પર મત માંગીને બતાવે જેવું અરવિંદ કેજરીવાલજી કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *