Deputy Collector Abin Gopi: જેની પાસે ધીરજ નથી તેના માટે સફળતા મેળવવી ખૂબ મુશ્કેલ છે. અને બીજી બાજુ જે વ્યક્તિમાં ધીરજ હોય તે વ્યક્તિ ને સફળતા મળી જાય છે.બીજી તરફ, જેઓ ધ્યેય તરફ નજર રાખીને સખત મહેનત કરતા રહે છે, તેમને ચોક્કસપણે સફળતા મળે છે. આનું સાચું ઉદાહરણ કેરળની અબીન ગોપી છે.
કેરળની અબીન ગોપીની ઈચ્છાશક્તિ અને મહેનત ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. અબીન એ તમામ લોકો માટે પ્રેરણા છે જેઓ મુશ્કેલ પરિસ્થિતિઓથી ડરીને પોતના સપનાને મારી નાખે છે અને વર્તમાન સંજોગોને તેમના ભાગ્ય તરીકે સ્વીકારે છે. શું તમે કલ્પના કરી શકો છો કે જે છોકરો નાની ઉંમરે પોતના પિતા ની છત્રછયા ગુમાવે છે અને ઘર ની જવાબદારીઓ પૂરી કરવા માટે તે પેઇન્ટિંગ કરવાનું ચાલુ કરે છે અને તે આજે ઓફિસર છે.
અબીન જયારે 17 વર્ષની ઉમર નો હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. અને ત્યારપછી ઘરની જવાબદારીએ 17 વર્ષના અબીનના ખભા પર આવી ગઈ. આ માટે તેણે ઘણી મહેનત કરી. પેઇન્ટર તરીકે કામ કર્યું,ડિલિવરી બોય તરીકે પણ કામ કર્યું હતું. પણ તેને પોતના સપનાને પણ સાકાર કર્યું છે. અને આજે ઓફિસર બનીને બધાને પ્રેરણા આપે છે.
सफलता शर्म से नहीं साहस से मिलती है, इसलिए लोगों के ताने से परेशान होकर अपना रास्ता मत बदलना॥ pic.twitter.com/HbMtMvLCb1
— Dr Sumita Misra IAS (@sumitamisra) March 24, 2023
હાલમાં, આ વીડિયો IAS ડૉક્ટર સુમિતા મિશ્રાએ શેર કર્યો હોવાથી, તે ફરી એકવાર ચર્ચામાં છે અને વપરાશકર્તાઓની તાળીઓ લૂંટી રહ્યો છે. આ વીડિયોને શેર કરતા IAS ઓફિસરે લખ્યું કે, “સફળતા શરમથી નહીં, પરંતુ હિંમતથી મળે છે, તેથી લોકોના કેહવાથી પરેશાન થઈને તમારો રસ્તો ન બદલો.”
આ વીડિયો જોયા પછી લોકો ખૂબ જ સકારાત્મક અનુભવ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અબીને તમામ મુશ્કેલ પરિસ્થિતિઓ સામે લડત આપી અને ઓફિસર બનવા સુધીની સફર કરી. આ વાયરલ વીડિયોને શેર કરીને IAS ઓફિસર અબીનની વાર્તાને આખી દુનિયાની સામે લાવવા માંગે છે.
અબીનની પરિસ્થતિ જોઈને તેને ઓળખતા લોકોએ માની લીધું હતું કે તેનું કોઈ ભવિષ્ય નથી. તેમના પિતા નારિયેળ વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.પરંતુ જયારે તેના પિતાએ આ દુનિયાને અલવિદા કહ્યું ત્યારે અબીન ખૂન જ મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. તે સમયે અબીનની ઉંમર માત્ર 17 વર્ષની હતી. કિસ્મતે અભ્યાસથી વાકેફ અબીનના હાથમાંથી પુસ્તકો છીનવી લીધા અને પેઇન્ટ બ્રશ હાથમાં પકડી લેધુ હતું, અને ઘરની જવાબદારી પૂરી કરવા માટે ચિત્રકાર બની ગયો. અને તે પછી પણ તેણે ડિલિવરી બોય તરીકે પણ કામ કર્યું.
આ મુશ્કેલ સમયમાં એક સારી વાત એ હતી કે અબીને અભ્યાસ સાથેનો નાતો તોડ્યો નહીં અને તેનું સ્વપ્ન જીવંત રાખ્યું. જ્યારે તેને યોગ્ય સમય મળ્યો ત્યારે તેણે સખત મહેનત કરી અને માત્ર 2 વર્ષની મહેનતમાં કેરળ સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અબીન ગોપી હાલમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી કલેક્ટરનું પદ સંભાળી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.