ગુજરાત(Gujarat): માણસ અમુક પ્રકારના પડકારો સામે હિંમત હારી જતો હોય છે. પરંતુ આ પૃથ્વી પર અમુક લોકો એવા પણ છે કે જે ગમે તેવો પડકાર હોય પણ તેને જીલીને આસાનીથી સફળતા પ્રાપ્ત કરે છે. અમે વાત કરીએ છીએ કેશોદ(Keshod) શહેરના જમનભાઈ ગોરધનભાઈ માખણસાની. આ જમનભાઈ જન્મના બે વર્ષ થયા પછી જ પોલિયોના શિકાર(Polio victims) બન્યા હતા.
બંન્ને પગમાં દિવ્યાંગતા આવી જો કે પરિવારના સભ્યોની સતત હૂંફથી જમનભાઈ આગળ વધતા જ ગયા અને ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો ત્યાર પછી તેમનાં સંબંધીને ત્યાં એસટીડીમાં મહિને રૂપિયા 1500માં નોકરી શરૂ કરી હતી. પરંતુ તેઓ છેલ્લા 7 વર્ષથી સ્વનિર્ભર બન્યા છે અને સરકારી કચેરીના તમામ સ્ટાફે મદદ કરતા તેમને સરકારી કચેરીમાં થતી વિવિધ કામગીરીઓની અરજીઓ લખવાનું કામ શરૂ કર્યું હતું.
મહિને અંદાજે 15 હજારથી વધુની આવક મેળવી પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ થઈ રહ્યાં છે અને તેનું ઘર 2 કિમી દૂર હોય જ્યાંથી હાથ દ્વારા સાયકલ ચલાવીને ઓફિસ જાય છે. મળતી માહિતી અનુસાર, જમનભાઈના ભાઈને બારી, દરવાજા વેંચવા માટેની દુકાન ધરાવે છે.
ક્યારેક તો નિઃશુલ્ક કામગીરી
આ યુવાને વધુમાં જણાવતા કહ્યું હતું કે સલ્મ વિસ્તારમાંથી અમુક લોકો એવા પણ આવે છે જેમની પાસે અરજી લખાવવાના નાણાં પણ નથી હોતા તેવા લોકોને તેઓ નિઃશુલ્ક અરજી લખી આપે છે. જરૂર પડ્યે નાણાં પણ આપું છું જેથી તેમનું કામ સરળતાથી થઈ શકે.
મિત્રોએ શીખવ્યું:
આ યુવાનના મિત્રોએ પણ અન્ય લોકોને ખુબજ મદદ કરી છે. રાશનકાર્ડ, જન્મના દાખલા અન્ય કોઈ કામગીરીમાં અરજી કેમ લખી શકાય તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને અરજદારોને આર્થિક રીતે તેઓ મદદરૂપ થઈ રહ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.