હાલ વિશ્વ આખું કોરોના મહામારીનો ભોગ બન્યું છે. આવી ગંભીર પરિસ્થિતિમાં આપણે એક લવ સ્ટોરીની વાત કરવા જઈ રહ્યા છીએ. આ પ્રેમી પંખીડાને લોકડાઉનની કેદ સહન ન થઈ શકી અને બંને જણા એક દિવસ ઘરેથી ભાગી જવાનું નક્કી કર્યું. દેશમાં લોકડાઉનને પગલે વડાપ્રધાને ઘરના ઉંબરે લક્ષ્મણ રેખા ન ઓળંગતા એવું કહી સખત શબ્દોમાં ગંભીરતા પૂર્વક લોકડાઉનને લેવાનું કહ્યું. પરંતુ હવે આ પ્રેમી પંખીડાઓને પણ ઘરેથી ભાગવાને લઈને મુશ્કેલી પડી છએ. આ આખો મામલો પોલિસ સ્ટેશને પહોંચ્યો અન પોલિસે કેસ પણ નોંધ્યો છે.
લોકડાઉન હોવા છતાં ઘરેથી ભાગી ગયા
આ ઘટના કેરલના કોઝીકોડની છે. કોઝીકોડમાં લોકડાઉન દરમિયાન પ્રેમી પંખિડા ઘરેથી ભાગી ગયા. કોઝીકોડના થામારાસ્સેરી થી અલગ અલગ ધર્મો સાથે સંબંધ ધરાવતા યુવક યુવતી હાલમાં જ ઘરેથી ભાગ્યા હતા પરંતુ તેમના પર લોકડાઉનનું ઉલ્લંઘન કરવાના આરોપમાં મામલો દર્જ કરી લીધો છે.
પિતાએ ગુમ થવાની ફરિયાદ નોંધાવી
પોલિસે જણાવ્યું હતું કેઆ ઘટના ગત શનિવારે બની હતી. જ્યારે 21 વર્ષીય યુવતીએ પોતાના 23 વર્ષીય પ્રેમી સાથે ભાગી ગઈ હતી. બંને અલગ અલગ ધર્મના હોવાથી છોકરીના પરિવારજનો આ લગનની વિરુદ્ધ હતા. તેના પિતાએ ગુમ થવાની ફરિયાત નોંધાવી હતી.
લોકડાઉનનો ભંગ કર્યાની ફરિયાદ નોંધાઈ
બંને જણા પહેલા પોલિસ સ્ટેશને હાજર થઈ ગયા હતા. પછી તેઓને મેજીસ્ટ્રેટ સામે લઈ જવામાં આવ્યા હતા. બને પુખ્ત હોવાને કારણે છોડી દીધા. મહિલાએ અદાલતમાં એ પણ કહ્યું કે તે પોતાની મરજીથી પ્રેમી સાથે ગઈ છે. પરંતુ હાલમાં અદાલતે પોલિસને કોવિડ -19 ના કારણે લગાવવામાં આવેલા લોકડાઉનનો ભંગ કર્યાની ફરિયાદ દાખલ કરવા કહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news