વિદેશી છોકરાની દેશી વહુના સમાચાર તો તમે સાંભળ્યા જ હશે. પરંતુ તમને ભાગ્યે જ સંભાળવા મળતું હશે કે, કોઈ અમેરિકન, કોઈ બ્રિટન, કોઈ યુરોપિયન કે કોઈ રશિયન યુવતી ભારત આવી અને અહીંના દેશી છોકરા સાથે લગ્ન કર્યા હોય. ત્યારે હાલમાં જ આવા એક સમાચાર સામે આવ્યા છે. જેમાં એક સામાન્ય પરિવારના યુવક સાથે ઈંગ્લેન્ડની ગોરીએ લગ્ન કર્યા છે.
View this post on Instagram
મળતી માહિતી અનુસાર, આ યુવક નાનકડા ગામનો રહેવાસી છે. પોતાની મહેનતથી ભણી ગણીને તે અમેરિકા ગયો હતો. યુવક અમિત કુમાર યુએસએમાં એન્જિનિયર તરીકે કામ કરતો હતો. આ દરમિયાન તેને ઈંગ્લેન્ડની હેલન સાથે પ્રેમ થઈ ગયો હતો. જેથી બંનેએ સાથે રહેવાનું નક્કી કર્યું હતું. જેના કારણે બંનેએ ભારત આવી લગ્ન કરવાનું નક્કી કર્યું.
તેથી તેઓએ યુવતીના ઓક્સફર્ડ નિવાસી લ્યુસી બેડગલી માતા અને પેટ્રિક બેડગલી પિતાની સંમતિથી, ગુરુવારે દેવઘરમાં એક મેરેજ હોલમાં બંને પક્ષના પરિવારના સભ્યોની સંમતિથી લગ્ન કર્યા હતા. આ લગ્નમાં લંડનથી યુવતીને આખોઆખો પરિવાર ભારત આવી પહોચ્યો હતો.
આ અંગે અમિત કુમારના પિતા સુરેશ ભાઈએ જણાવ્યું હતું કે, અમે તેઓના લગ્નથી ખુબ જ ખુશ છીએ. તેમજ આ અનોખી જોડીને જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. પરંતુ, દરેકને તેની ભાષા સમજવામાં મુશ્કેલી પડી રહી છે. હાલ ચારેબાજુ આ લગ્ન ચર્ચાનો વિષય બની ચુક્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.