પ્રધાનમંત્રી મોદીના વતન વડનગરમાં કિશોરી પરના દુષ્કર્મના કેસમાં સંડોવાયેલા આરોપી સામે કડક પગલાં ભરવા માટે ગુજરાત બ્રહ્મસમાજ દ્વારા રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં પિડીતાને ન્યાય મળે તેવી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
સમગ્ર દેશ સહિત રાજ્યમાં દુષ્કર્મના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે તાજેતરમાં આવો જ એક કિસ્સો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ ટાઉન વડનગરમાંથી સામે આવ્યો છે. વડનગરમાં એક યુવકે સગીરાને દોઢ વર્ષ પહેલાં પ્રેમજાળમાં ફસાવી હતી. પ્રેમસંબંધ દરમિયાન યુવકે સગીરાના વીડિયો, ફોટોગ્રાફ્સ અને સેલ્ફી લીધા હતા. જે બાદમાં આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી યુવકે સગીરાને શારિરીક સંબંધ બાંધવા મજબૂર કરતો હતો.
પંથકની સગીર વયની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી વડનગરના યુવક શાહિદ મુજાર મનસુરાએ તેની ઇચ્છા વિરૃદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે વિસનગર અને વડનગરના ગેસ્ટહાઉસોમાં કિશોરીને લઇ જઇ કુકર્મ કર્યું હતું. જ્યારે તેના ફોટા પાડી પરિવારને બતાવી દેવાની ધમકીઓ આપી હતી. સગીરા રોજના આ માનસિક ત્રાસથી કંટાળી ગઈ હતી. આખરે તેણે આ ઘટનાની જાણ પોતાના પરિવારને કરી હતી. જે બાદ સગીરાએ વડનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદને ત્રણ દિવસ થઈ ગયા છે, છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
દરમિયાન આ ઘટનાના પડેલા પ્રત્યાઘાત રૂપે શનીવારે વડનગરમાં ગુજરાત સમસ્ત બ્રહ્મસમાજના નેજા હેઠળ રેલી કાઢવામાં આવી હતી. અને રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીન કરી મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. જેમાં કિસોરી પર દુષ્કર્મ આચરનાર આરોપી સામે કડક કાર્યવાહી કરી પિડિતાને ન્યાય આપવા માંગ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.