આવી ગઈ છે નવી ટેક્નોલોજી, સરળતાથી થઈ શકશે મગજ કંટ્રોલ. જાણો વિગતે

આજ કાલ એવી ટેક્નોલોજી આવી રહી છે કે તમારું મગજ કમ્પ્યૂટર અથવા તમારી સાથે સ્માર્ટફોન જોડી શકાય છે. દુનિયાની સૌથી મશહૂર કંપનીઓમાંથી એક ટેસ્લાની વચ્ચે…

આજ કાલ એવી ટેક્નોલોજી આવી રહી છે કે તમારું મગજ કમ્પ્યૂટર અથવા તમારી સાથે સ્માર્ટફોન જોડી શકાય છે. દુનિયાની સૌથી મશહૂર કંપનીઓમાંથી એક ટેસ્લાની વચ્ચે ચીફ એક્ઝક્યુટિવ અને સ્પેસ Xના સંસ્થાપક એલન મસ્કે એક નવી યોજનાની શરૂઆત કરી છે.

એલન મસ્કની સીક્રેટિવ કંપનીએ સેન ફ્રાન્સિકોમાં એક ઈવેન્ટ દરમિયાન જાહેરાત કરી હતી. આ યોજનાથી મગજની બીમારીથી જે પીડાઈ રહ્યા હોય તેની મદદ કરી શકાશે. કંપનીએ બતાવ્યું કે ન્યૂરાલિંક એક બ્રેન-મશીન ઈંટરફેસને વિકસિત કરે છે. જેનાથી હ્યુમન બ્રેન અને કમ્પૂયટરને કનેક્ટ કરવામાં આવશે. જો આ યોજના સફળ રહેશે તો એલન મસ્ક અનુસાર તમામ પ્રકારની મગજની બીમારીઓને દૂર કરી શકાશે.

ખાસ લકવાગ્રસ્ત લોકોના ઈલાજ માટે સારી મદદ મળશે. તે ઉપરાંત પણ બીજા ઘણા બ્રેન ડિસઓર્ડર્સને સારા કરવામાં આવશે. આ તકનીકની મદદથી મગજમાં 4X4mmની એક ચિપ ફિટ કરવામાં આવશે, આ ચિપ હજારો માઈક્રોસ્કોપિક થ્રેડ સાથે કનેક્ટ થશે. આ થ્રેડ્સમાં લાગેલા ઈલેક્ટ્રોડ્સ ન્યૂરલ સ્પાઈક્સને મોનિટર કરવામાં સક્ષમ હશે. એલન મસ્ક અનુસાર માનવ મગજને કમ્પ્યૂટર સાથે જોડવામાં આવશે.

તેનાથી કમ્પ્યૂટર ખાલી માણસના મગજને વાંચી શકશે સાથે તેની કન્ટ્રોલ કરવાની સ્થિતિમાં પણ હશે. આ ટેકનોલોજીનો ઉંદર અને વાંદરા પર પ્રયોગ થઈ ચૂક્યો છે, પરંતુ માણસ પર તેનો પ્રયોગ બાકી છે. માણસના માથાની સ્કીનમાં ચિપ લગાવીને તેને વાયરની મદદથી કનેક્ટ કરવામાં આવશે અને તેને કાનની પાછળ ફિટ કરવામાં આવેલા રિમૂવેબલ પોડ સાથે લિંક કરવામાં આવશે.

પછી તેને કોઈ ડિવાઈસ જેવા કમ્પ્યૂટર અથવા સ્માર્ટફોન સાથે કનેક્ટ કરવામાં આવશે, જેનાથી મગજની બધી જાનકારીને ડિવાઈસમાં સેવ કરી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *